(Source: ECI/ABP News/ABP Majha)
Corona Vaccine: ભારત બાયોટેકની નાકથી લેવાની કોવિડ રસી iNCOVACC લોન્ચ, જાણો કેટલી છે કિંમત
Nasal COVID19 Vaccine: ભારત બાયોટેક દ્વારા વિકસિત આ રસી સરકારને પ્રતિ ડોઝ 325 રૂપિયામાં ઉપલબ્ધ થશે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં તેની કિંમત 800 રૂપિયા હશે.
COVID19 Vaccine: આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે ભારત બાયોટેકની નાસલ કોવિડ રસી iNCOVACC લોન્ચ કરી. ભારત બાયોટેક દ્વારા વિકસિત આ રસી સરકારને પ્રતિ ડોઝ 325 રૂપિયામાં ઉપલબ્ધ થશે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં તેની કિંમત 800 રૂપિયા હશે.
ભારત બાયોટેકને ડિસેમ્બર 2022માં પ્રાથમિક 2-ડોઝ અને હેટરોલોગસ બૂસ્ટર તરીકે મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) એ 18 વર્ષ અને તેથી વધુ વય જૂથ માટે કટોકટીની પરિસ્થિતિઓમાં ઇન્ટ્રાનાસલ રસીના પ્રતિબંધિત ઉપયોગને મંજૂરી આપી હતી.
કોવિન પર ડોઝ માટે એપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો
રસીના બે ડોઝ 28 દિવસના અંતરાલમાં આપવાના હોય છે. રસી ઉત્પાદક ભારત બાયોટેકના જણાવ્યા અનુસાર, કોવિન વેબસાઇટની મુલાકાત લઈને ઇન્ટ્રાનાસલ રસીના ડોઝ માટે એપોઇન્ટમેન્ટ બુક કરી શકાય છે. iNCOVACC વોશિંગ્ટન યુનિવર્સિટી, સેન્ટ લૂઇસ સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવી હતી.
ભારત બાયોટેકે પ્રી-ક્લિનિકલ સલામતી મૂલ્યાંકન, ઉત્પાદન સ્કેલ અપ, ફોર્મ્યુલેશન અને ડિલિવરી ડિવાઇસ ડેવલપમેન્ટ માટે માનવ ક્લિનિકલ ટ્રાયલ્સ પણ હાથ ધરી હતી. બાયોટેકનોલોજી વિભાગના કોવિડ પ્રોટેક્શન પ્રોગ્રામ દ્વારા ઉત્પાદન વિકાસ અને ક્લિનિકલ ટ્રાયલ્સ માટે આંશિક રીતે ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું.
Delhi | Union Health Minister Dr Mansukh Mandaviya and Science and Technology Minister Jitendra Singh launch Bharat Biotech’s nasal #COVID19 Made-in-India vaccine iNCOVACC. pic.twitter.com/cSpMIUTXsL
— ANI (@ANI) January 26, 2023
કોવિશીલ્ડનો બૂસ્ટર ડોઝ કેટલો કારગર ? લેન્સેટના રિસર્ચમાં થયો આ ખુલાસો
ભારતમાં કોરોનાના કેસ ઘટી ગયા છે. આ દરમિયાન પ્રખ્યાત લેન્સેટ મેગેઝિને કોવિશિલ્ડના બૂસ્ટર ડોઝ પર સંશોધન કર્યું છે, જે મુજબ કોવિશિલ્ડ શરીરમાં શ્રેષ્ઠ રોગપ્રતિકારક શક્તિ બનાવે છે. લેન્સેટ રિજનલ હેલ્થ સાઉથ-ઈસ્ટ એશિયા જર્નલમાં પ્રકાશિત થયેલા નવા અભ્યાસ અનુસાર, કોવિશિલ્ડનો બૂસ્ટર ડોઝ શ્રેષ્ઠ રોગપ્રતિકારક પ્રતિભાવ આપે છે. કોરોના વાયરસમાં સતત પરિવર્તન જોવા મળે છે. સમય જતાં, વાયરસ સામે બનેલા એન્ટિબોડીઝ પણ ક્ષીણ થવા લાગે છે. આ જ કારણ છે કે WHOએ કોરોના રસીકરણ પછી બૂસ્ટર ડોઝ લેવાની સલાહ આપી હતી. આ અભ્યાસ અનુસાર, કોવિશિલ્ડને બૂસ્ટર ડોઝ તરીકે આપવાથી શરીરમાં સારા એન્ટિબોડીઝ ઉત્પન્ન થાય છે. તે વાયરસ સામે મજબૂત રોગપ્રતિકારક પ્રતિભાવ ઉત્પન્ન કરે છે.