શોધખોળ કરો
Bharat Band: કૃષિ બિલના વિરોધમાં JAPના કર્યાકર્તાએ કેમુરમાં રોકી ટ્રેન, NH-2 પર કર્યું પ્રદર્શન
કૃષિ બિલના વિરોધમાં શુક્વારે બિહારના કેમરુ જિલ્લાના ભભુઆ રોડ રેલવે સ્ટેશન પર જન અધિકાર પાર્ટીના અનેક કાર્યકર્તાઓ હાથમાં બેનર લઈને સરકાર વિરોધી નારા લગાવી પ્રદર્શન કર્યું હતું અને રેલવે ટ્રેકને જામ કરી દીધો હતો.

કેમરુ: દેશભરના ખેડૂતો કૃષિ બિલનો વિરોધ કરી રહ્યાં છે, ત્યારે આ વિરોધમાં શુક્વારે બિહારના કેમરુ જિલ્લાના ભભુઆ રોડ રેલવે સ્ટેશન પર જન અધિકાર પાર્ટીના અનેક કાર્યકર્તાઓ હાથમાં બેનર લઈને સરકાર વિરોધી નારા લગાવી પ્રદર્શન કર્યું હતું અને રેલવે ટ્રેકને જામ કરી દીધો હતો. જીઆરપી અને આરપીએફ દ્વારા ઘણા સમજ્યા બાદ ટ્રેક પરથી હટીને એનએચ-2 પર પહોંચ્યા હતા. જ્યાં રસ્તા પર બેસીને વિરોધ કર્યો હતો. હાઈવે પર પ્રદર્શનના કારણે ટ્રાફીક જામ સર્જાયું હતું. જન અધિકાર પાર્ટીના જિલા કાર્યકારી અધ્યક્ષ રામવિલાસ પાસવાને કહ્યું કે, અમે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ પપ્પૂ યાદવજીના નિર્દેશાનુસાર રેલવેના ટ્રેક પર ચક્કા જામ કરી રહ્યાં છે જેથી જે ખેડૂતો વિરોધી બિલ સરકાર લાવી છે તેને પરત ખેંચે. તે ખેડૂતોના હિત વિરુધ્ધ છે. આ લોકો માત્ર દેખાડો કરી રહ્યાં છે કે, ખેડૂતો માટે અમે ઘણા બધા કામો કર્યો છે પરંતુ એવું નથી, ખેડૂતોને તમે મારી નાંખ્યા છે. પાર્ટીના અધ્યક્ષ વિપિન કુમાર સિંહ કહ્યું કે, ખેડૂતોના હિતમાં અધ્યાદેશ લાવીને સરકાર પીઠ થપથપાવી રહી છે પરંતુ તે ખેડૂતોના હિતમાં નથી. અમારી માંગ છે કે ખેડૂતોને ન્યાય મળે. જે વર્તમાન સરકાર છે તેમણે કહ્યું હતું કે ખેડૂતોની આવક ડબલ થશે પરંતુ આજે ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
વધુ વાંચો





















