Liquor Ban: ભાજપ શાસિત આ રાજ્યમાં દારૂબંધીના નિયમો અંતર્ગત 10 મહિનામાં 62 હજારથી વધુ લોકો ઝડપાયા, આ પાંચ જિલ્લામાંથી પકડાયો સૌથી વધુ દારૂ
બિહાર પોલીસે દારૂબંધીને લઈ કાર્યવાહીની આંકડા જાહેર કર્યા છે. જેમાં જણાવાયું છે કે ચાલુ વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર દરમિયાન 49 હજાર 900 મામલા નોંધાયા છે.
પટનાઃ બિહારમાં તાજેતરમાં થયેલા લઠ્ઠાકાંડમાં 30થી વધુ લોકોના મોત થયા છે. જે બાદ બિહારમાં શરાબબંધીના નીતીશ સરકારના ફેંસલા પર સવાલ ઉભી થઈ રહ્યા છે. વિપક્ષનો આરોપ છે કે, સરકારની આ ફોર્મુલા નિષ્ફળ ગઈ છે. કારણકરે તે અંતર્ગત માત્ર આમ આદમી પર જ કાર્યવાહી થાય છે. જ્યારે શરાબ માફિયા છૂટથી ફરી રહ્યા છે. આ દરમિયાન બિહાર પોલીસે શરાબબંધીને લઈ કાર્યવાહીની આંકડા જાહેર કર્યા છે. જેમાં જણાવાયું છે કે ચાલુ વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર દરમિયાન 49 હજાર 900 મામલા નોંધાયા છે.
કેટલો દારૂ પકડાયો
બિહાર પોલીસ મુજબ, શરાબબંધીના નિયમો અંતર્ગત આ વર્ષે રેઈડ દરમિયાન 38 લાખ 72 હજાર 645 લીટર શરાબ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં 12 લાખ 93 હજાર 229 લીટર દેશી દારૂ અને 25 લાખ 79 હજાર 415 લીટર વિદેશી દારૂ હતો. આ ઉપરાંત 62 હજાર 140 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી 1590 લોકો અન્ય રાજ્યના હતા. પોલીસના કહેવા મુજબ દારૂની હેરાફેરી કરતાં 12 હજાર 200 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
દારૂ પકડાવામાં આ પાંચ શહેરો મોખરે
બિહાર પોલીસે જે શહેરોમાં સૌથી વધુ દારૂ પકડાયો તેના નામ પણ જાહેર કર્યા છે. જેમાં વૈશાલી ટોચ પર છે. પટના બીજા ક્રમે, મુઝફ્ફરનગર ત્રીજા ક્રમે, ઔરંગાબાદ ચોથા ક્રમે અને મધુબની પાંચમા ક્રમે છે.
દારૂબંધીના નિયમ અંતર્ગત આ શહેરમાંથી પકડાયા સૌથી વધુ લોકો
દારૂબંધીના નિયમો અંતર્ગત ધરપકડના મામલે પટના સૌથી મોખરે છે. અહીંયા ચાલુ વર્ષે 10 મહિનામાં 6855 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બીજા ક્રમે રહેલા સારણમાંથી 3872 લોકો, ત્રીજા ક્રમે રહેલા મોહિહારીથી 2832 લોકો, ચોથા ક્રમે રહેલા નવાદાથી 2814 લોક અને પાંચમા ક્રમે રહેલા મુઝફ્ફરપુરતી 2600 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Bihar | A total of 49,900 cases have been registered during raids under the liquor ban rules from Jan to Oct this year & seized 38,72,645 litres of liquor, says Police
— ANI (@ANI) November 13, 2021
During which 62,140 accused have been arrested, out of them, 1,590 were from outside the state: Police pic.twitter.com/L7cKxNWSyz