ભારતના આ સ્ટાર ક્રિકેટર કેમ હજુ સુધી નથી લીધી કોરોના રસી, જાણીને ચોંકી જશો
BCCIની એસઓપી પ્રમાણે રાજ્ય ક્રિકેટ એસોસિએશનોએ પણ સખત કોવિડ -19 પ્રોટોકોલ લાગુ કર્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ મુરલી વિજયે કોરોના રસી લીધી ન હોવાથી તે બાયોબબલનો ભાગ બનવા માંગતો નથી.
ચેન્નઈઃ ભારતમાં હાલ ઘરેલુ ક્રિકેટમાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફી રમાઈ રહી છે. આ ટ્રોફીમાં ચેન્નઈ તરફથી મુરલી વિજય નથી રમી રહ્યો છે. જે પાછળનું કારણ તેણે હજુ સુધી કોવિડ-19 રસી લીધી નથી. BCCIની એસઓપી પ્રમાણે રાજ્ય ક્રિકેટ એસોસિએશનોએ પણ સખત કોવિડ -19 પ્રોટોકોલ લાગુ કર્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ મુરલી વિજયે કોરોના રસી લીધી ન હોવાથી તે બાયોબબલનો ભાગ બનવા માંગતો નથી.
રસી લેતા અચકાઈ રહ્યો છે મુરલી વિજય
સૂત્રોએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું, આ તેનો અંગત નિર્ણય છે. તે રસી લેતા ખચકાટ અનુભવી રહ્યો છે. બીસીસીઆઈની એસઓપી પ્રમાણે, ટુર્નામેન્ટની શરૂઆતના એક અઠવાડિયા પહેલા ખેલાડીઓ બાયોબબલમાં આવવું પડે છે અને તે પછી ટીમ સાથે રહી શકે છે. પરંતુ વિજયે હજુ સુધી રસી નથી લીધી. તેથી તમિલનાડુના સિલેક્ટર્સે તેના નામ પર પણ વિચાર કર્યો નથી.
બાયોબબલમાં પ્રવેશતા પહેલા રસી લીધેલી હોવી ફરજિયાત
37 વર્ષીય મુરલી વિજય 2020માં આઈપીએલ ફ્રેન્ચાઈઝી ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમ્યો હતો. કોરોના મહામારીના કારણે ચાલુ વર્ષે આ ટુર્નામેન્ટ અધવચ્ચે સ્થગિત થયા બાદ દુબઈ ખસેડવામાં આવી ત્યારથી તે ટીમ સાથે નથી. ત્યારથી વિજય સિલેકશન માટે ઉપલબ્ધ નથી અને તેણે પોતાના નિર્ણય અંગે તમિલનાડુના સિલેકટર્સને પણ લેખિત જાણ કરી છે. મુરલી વિજય તમિલનાડુ તરફથી 2019માં કર્ણાટક સામે અંતિમ મેચ રમ્યો હતો.
મુરલી વિજયની કેવી છે કરિયર
મુરલી વિજયે 61 ટેસ્ટમાં 38.3ની સરેરાશથી 3982 રન બનાવ્યા છે. જ્યારે 17 વન ડેમાં 339 અને 9 ટી20 આંતરરાષ્ટ્રીયમાં 169 રન બનાવ્યા છે. આઈપીએલની 106 મેચમાં મુરલી વિજયે 2618 રન બનાવ્યા છે.