Bilkis Bano Case: બિલ્કિસ બાનો કેસમાં ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટની નોટિસ, 11 દોષિતોને છોડવા મુદ્દે માંગ્યો જવાબ
Bilkis Bano Case : બિલ્કિસ બાનો કેસના દોષિતોની મુક્તિ સામેની અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ આપી છે.
બિલ્કિસ બાનો કેસના દોષિતોની મુક્તિ સામેની અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ આપી છે. આ કેસની આગામી સુનાવણી બે સપ્તાહ બાદ હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે દોષિતોને તેમનો પક્ષ જણાવવાના પણ નિર્દેશ આપ્યો હતો અને 11 દોષિતોને મુક્ત કરવા પર ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. સામાજિક કાર્યકર સુભાશિની અલી સહિત ચાર લોકોએ આ કેસમાં 11 દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના આદેશને રદ કરવાની માંગ કરી છે.
Bilkis Bano case | SC says - question is, under Gujarat rules, are the convicts entitled to remission or not? We've to see whether there was application of mind in this case while granting remission, SC says.
— ANI (@ANI) August 25, 2022
SC directs petitioners to make 11 convicts party in the case here. pic.twitter.com/sMTa4ZxruS
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સવાલ એ છે કે શું દોષિતો ગુજરાતના નિયમો હેઠળ મુક્તિ મળવા પાત્ર છે કે નહીં? અમારે જોવું પડશે કે છૂટ આપતી વખતે આને ધ્યાનમાં લેવામાં આવ્યું હતું કે નહીં.
ગુજરાતના ગોધરામાં 2002માં રમખાણો બાદ બિલ્કિસ બાનો પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. તેના પરિવારના સાત લોકોની હત્યા પણ કરી દેવામાં આવી હતી. આ મામલામાં 2008માં 11 દોષિતોને ઉંમરકેદની સજા સંભળાવાઇ હતી. આ દોષિતોમાંથી એક દોષિતે મુક્તિ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે મુક્તિ માટેનો નિર્ણય ગુજરાત સરકાર પર છોડી દીધો હતો. ગુજરાત સરકારે આ માટેનો નિર્ણય લેવા માટે એક કમિટી બનાવી હતી. આ કમિટીના રિપોર્ટ પર તમામ દોષિતોને છોડી મુકવામાં આવ્યા હતા.
ઝોમેટોને પિઝાનો ઓર્ડર રદ કરવો ભારે પડ્યો! 300 રૂપિયાના પિઝા માટે 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે
Team India Head Coach: દ્રવિડને કોરોના થયા બાદ આ દિગ્ગજ ક્રિકેટરને Asia Cup માટે હેડ કોચ બનાવાયો
Cheteshwar Pujaraની ફરી ધમાલ, માત્ર 75 બૉલમાં ફટકારી દીધી તાબડતોડ સદી, વિરાટ-બાબરને છોડ્યા પાછળ