શોધખોળ કરો
બિહાર ચૂંટણીઃ BJPએ ચૂંટણી કેમ્પેઇન માટે જાહેર કર્યું થીમ સોંગ
ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને થીમ સોંગ જાહેર કર્યું છે. જેને ‘આત્મનિર્ભર બિહાર’ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.
પટણાઃબિહારમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે હવે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. બિહાર ચૂંટણીને લઇને ભાજપે ચૂંટણી કેમ્પેઇન શરૂ કરી દીધું છે. પાર્ટીએ થીમ સોંગ જાહેર કર્યું છે. જેને ‘આત્મનિર્ભર બિહાર’ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આગામી વિધાનસભા ચૂંટણીને જોતા ભાજપ બિહારે નવો નારો આપ્યો છે- ‘જન-જન કી પુકાર, આત્મનિર્ભર બિહાર’.
આજે આત્મનિર્ભર બિહાર અભિયાનના ઉદ્ધાટન કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, 2014 અગાઉ નેતાઓનું ભાષણ કેવું હતું? અમે જોઇશું, વિચારીશું, કરવાનો પ્રયાસ કરીશું, અમે કરી શકતા નથી. મોદીજીના નેતૃત્વમાં 2014 બાદ રાજનીતિની સંસ્કૃતિ બદલાઇ? અમે કરી શકીએ છીએ અને કરીને બતાવીશું.
નડ્ડાએ કહ્યું કે, બાળપણમાં આપણે જોયું કે રાજકીય નેતૃત્વ ખરાબ હતું. તેની પાસે રાજકીય ઇચ્છાશક્તિઓ નહોતી. જેના કારણે આખી વ્યવસ્થા તૂટી ગઇ હતી. આજે પરિવર્તન એ છે કે મોદીજીને લઇને નીતિશ કુમાર અને સુશીલ મોદી સુધી રાજકીય ઇચ્છાશક્તિથી કામ કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement