શોધખોળ કરો
Advertisement
Coronavirus: ભાજપ સાંસદ જસકૌર મીણાએ ક્યું- રામ મંદિર બનતા જ દેશમાંથી ભાગી જશે કોરોના
ભાજપ સાંસદ જસકૌર મીણાએ કહ્યું, ‘અમે તો આધ્યાત્મિક શક્તિના પુજારીએ છીએ. આધ્યાત્મિક શક્તિ પ્રમાણે ચાલીએ છીએ.
દૌસાઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસનો પ્રકોપ છે. ત્યારે કોરોનાને લઈને નેતાઓ તરફથી અજીબોગરીબ દાવા કરવામાં આવીરહ્યા છે. હવે રાજસ્થાનના દૌસા લોકસભા સીટથી ભાજપના સાંસદ જસકૌર મીણાએ કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર બનતા જ કોરોના ખત્મ થઈ જશે. આ પહેલા મધ્ય પ્રદેશ વિધાનસભાના પ્રોટેમ સ્પીકર રામેશ્વર શર્માએ પણ કહ્યું હતું કે, મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થતા જ કોરોનાનો વિનાશ થવાનો છે.
જસકૌર માણીએ શું કહ્યું છે?
ભાજપ સાંસદ જસકૌર મીણાએ કહ્યું, ‘અમે તો આધ્યાત્મિક શક્તિના પુજારીએ છીએ. આધ્યાત્મિક શક્તિ પ્રમાણે ચાલીએ છીએ. મંદિર બનતા જ કોરોના દેશમાંથી ભાગી જશે.’ તેમણે આગળ કહ્યું, ‘વર્ષોની જેની રાહ જોઈ રહ્યા હતા તેનો અંત થવા જઈ રહ્યો છે એવામાં પાંચ ઓગસ્ટના રોજ આપણા બધા ખુશીઓ મનાવીશું, ઘરોમાં દીપ પ્રગટાવીશું અને મિઠાઈઓ વહેંચીશું.’
રામેશ્વર શર્માએ શું કહ્યું હતું?
પાંચ દિવસ પહેલા રામેશ્વર શર્માએ કહ્યું હતું કે, કોરોના વાયરસ મહામારીનો અંત અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્યની શરૂઆતની સાથે થશે. તેમણે કહ્યું કે, તે સમયે રાક્ષસ વધ માટે ભગવાન રામનો જન્મ થયો હતો, માટે 5 તારીખના રોજ રામ મંદિરનું નિર્માણ શરૂ થશે, કોરોના જેવી મહામારીનો વિનાશ પણ શરૂ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement