શોધખોળ કરો
BJP સાંસદનું નિવેદન- 'મોબાઇલ-ઇન્ટરનેટને કારણે બળાત્કારની ઘટનાઓ વધી રહી છે'
નવી દિલ્હીઃ દેશમાં મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા ગુના પર મધ્યપ્રદેશથી બીજેપીના સાંસદ નંદ કુમાર ચૌહાણે મોટું નિવેદન આપ્યું છે. નંદ કુમાર ચૌહાણે કહ્યુ કે, ઇન્ટરનેટ અને સ્માર્ટફોન પર અશ્લિલ ચીજો જોવાના કારણે બળાત્કાર જેવી ઘટનાઓ વધી રહી છે. આ અગાઉ નંદકુમાર ચૌહાણે જમ્મુ અને કાશ્મીરમાં તત્કાલિન બીજેપી અને પીડીપી સરકારના બચાવમાં કહ્યું હતું કે, કઠુઆમાં જે કાંઇ પણ થયું છે તેમાં પાકિસ્તાનનો હાથ છે.
નંદકુમાર ચૌહાણે કહ્યું કે, આજકાલ યુવાઓ મોબાઇલ પર અશ્લિલ વીડિયો જોઇ રહ્યા છે જેનાથી દિમાગ પર પર ખોટો પ્રભાવ પડી શકે છે અને તેઓ ગુનાને અંજામ આપી દે છે. નંદકુમાર ચૌહાણ મધ્યપ્રદેશના ખંડવાથી સાંસદ છે.
સાંસદ ચૌહાણે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં જે કાંઇ થયું છે તેમાં પાકિસ્તાનનો હાથ છે. પાકિસ્તાને ભારતમાં ભાગલા પડાવવા માટે આરોપીઓના સમર્થનમાં જય શ્રીરામના નારા લગાવ્યા હતા. જો યુવતીના બળાત્કાર પર જય શ્રીરામના નારા લગાવવામાં આવ્યા છે તો આ પાકિસ્તાની એજન્ટોનું કામ છે જેઓ આપણી વચ્ચે મતભેદો પેદા કરવા માંગે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
Advertisement