BJP Candidate List 2024: લોકસભા ચૂંટણીને લઈ ભાજપના ઉમેદવારોની બીજી યાદીને લઈ આવ્યા મોટા સમાચાર
ભારતીય જનતા પાર્ટી (BJP)ની બાકીની લોકસભાની ટિકિટો અંગેની કોર કમિટીની બેઠક આવતીકાલે એટલે કે બુધવારે (6 માર્ચ) યોજાશે.
Lok Sabha Election 2024: ભારતીય જનતા પાર્ટી (BJP)ની બાકીની લોકસભાની ટિકિટો અંગેની કોર કમિટીની બેઠક આવતીકાલે એટલે કે બુધવારે (6 માર્ચ) યોજાશે. આ સમય દરમિયાન પંજાબ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહારની બાકીની સીટોને લઈને આવતીકાલે અને ગુરુવારે બે દિવસ દિલ્હીમાં કોર ગ્રુપની બેઠક યોજાશે. આ બેઠકમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપી શકે છે. કોર ગ્રૂપ દ્વારા કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પહેલા નામો પર વિચારણા કરવામાં આવશે.
ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરતી વખતે પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં ઘણા દિગ્ગજને સાઇડલાઇન કરવામાં આવ્યા હતા. હવે બીજી યાદીને લઈને પણ ચર્ચાએ જોર પકડ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે પાર્ટી બીજી યાદીમાં મોટી સંખ્યામાં ટિકિટ કાપી શકે છે.
વાસ્તવમાં આ બેઠકમાં બીજી યાદીના નામોને ફાઈનલ કરવામાં આવશે. આ પછી 7 અથવા 8 માર્ચે બીજી યાદી જાહેર થવાની સંભાવના છે. આ યાદીમાં યુપી, મહારાષ્ટ્ર, તેલંગાણા અને રાજસ્થાન સહિત ઘણા રાજ્યોના નામ હોઈ શકે છે. 8 માર્ચે ભાજપ લોકસભા ચૂંટણી માટે તેમના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી શકે છે. ભાજપે પ્રથમ યાદી જાહેર કરી 195 ઉમેદવારો જાહેર કર્યા હતા.
શું ઉમેદવારોની ટિકિટ કપાઈ શકે છે ?
પ્રથમ યાદીમાં એવા સાંસદોની ટિકિટો કાપવામાં આવી શકે છે જેઓ વારંવાર વિવાદોમાં ફસાયા હતા અથવા વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. જેમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, રમેશ બિધુડી અને પ્રવેશ વર્મા જેવા સાંસદોના નામ સામેલ છે. પાર્ટી બીજી યાદીમાંથી વિવાદાસ્પદ ચહેરાઓને પણ દૂર કરી શકે છે. આમાં સૌથી મોખરે નામ કૈસરગંજના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહનું છે. મહિલા રેસલર્સે પણ બ્રિજ ભૂષણ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. જોકે પોલીસે તેને ક્લીનચીટ આપી હતી. સુલતાનપુર અને પીલીભીતની સીટો પર પણ ઉમેદવારો બદલવાની ચર્ચા છે. મેનકા ગાંધી અને વરુણ ગાંધી છેલ્લા ઘણા મહિનાઓથી પાર્ટીથી નારાજ છે. આ બંનેને લઈને બીજી યાદીમાં શું થાય છે તે જોવું રહ્યું. જો કે ભાજપ દ્વારા આ અંગે કોઈ સંકેત આપવામાં આવ્યો નથી.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial