Sidhu On BJP:પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને મોટા ભાઇ ગણાવતા વિવાદ, સિદ્ધુએ કહ્યુ- આપણા અને તેમના વડાપ્રધાનના કારણે.....
સિદ્ધુએ પાકિસ્તાન અને ભારત વચ્ચે ફરીથી વ્યાપાર શરૂ કરવાની વકીલાત કરી હતી. તેમણે કહ્યું કે વર્લ્ડ વોરની તબાહીના કારણે યુરોપે પાઠ ભણ્યો હતો.
Navjot Singh Sidhu Kartarpur Visit: કોગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને પોતાના મોટા ભાઇ ગણાવ્યા હતા ત્યારબાદ તેમના નિવેદનને લઇને વિવાદ પેદા થયો છે. ભાજપે સિદ્ધુ પર જોરદાર હુમલો કર્યો છે. હવે આખા વિવાદ પર સિદ્ધુએ એકવાર ફરી પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે બંન્ને હાથોથી તાળી વાગે છે. લોકો નાની નાની વાતને પકડી લે છે.
નવજોતસિંહ સિદ્ધુએ કહ્યું કે આપણા વડાપ્રધાન મોદીજી અને તેમના વડાપ્રધાન ઇમરાન ખાનના કારણે લોકો ત્યાં આવીને દર્શન કરી રહ્યા છે. હું છેલ્લી વખતે પણ જ્યારે આવ્યો હતો ત્યારે લોકો નાની નાની વાતને પકડી લે છે. હું એ વાતને આગળ વધારવામાં લાગ્યો છું. હું મોટા મુદ્દાની વાત કરું છું. આજે આશા કરું છું કે પંજાબની જિંદગી બદલવી હોય તો કેમ આપણો સામાન 2100 કિલોમીટર જાય? 12 કિલોમીટર કેમ નહી?
સિદ્ધુએ પાકિસ્તાન અને ભારત વચ્ચે ફરીથી વ્યાપાર શરૂ કરવાની વકીલાત કરી હતી. તેમણે કહ્યું કે વર્લ્ડ વોરની તબાહીના કારણે યુરોપે પાઠ ભણ્યો હતો. હું હંમેશા સકારાત્મક વિચારુ છું. પંજાબની કિસ્મત બદલવી હોય તો મોટા નિર્ણય લેવા પડશે. આર્થિક વિકાસ થવો જોઇએ. વ્યાપારના રસ્તાઓ ખોલાવા જોઇએ.
સિદ્ધુએ કહ્યું કે આપણા કલ્ચર એક છે. આપણી ભાષા એક છે. આપણે એક પ્રકારના કપડા પહેરીએ છીએ. આ આગળ વધવી જોઇએ. હું આજે પણ કહું છું કે છેલ્લી વખતે જ્યારે કરતારપુર કોરિડોર આવ્યો હતો ત્યારે કહ્યું હતું કે આને ખોલી દો.
સિદ્ધુએ કહ્યું કે જો આપણે આગળ વધવા માંગીએ છીએ તો કોઇ અન્ય ઉપાય નથી. જો આ થાય છે તો પંજાબ અને દેશ વિકાસ કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મેડિકલ ટુરિઝમ હોવો જોઇએ. ભારત અને પાકિસ્તાન વચ્ચે બિઝનેસ શરૂ થવો જોઇએ. આ સવાલ લાઇફ બદલનારો છે. મારી અપીલ છે કે વ્યાપાર માટે બોર્ડર ખોલવી જોઇએ.