શોધખોળ કરો
પાણીના બદલે સેનેટાઈઝર પી ગયા BMCના જોઇન્ટ કમિશ્નર, જાણો પછી શું થયું.....
સ્થળે હાજર લોકોએ કહ્યું હતું કે બેઠક દરમિયાન ટેબલ ઉપર બે બોટલ રાખી હતી. એક સેનિટાઈઝરની અને બીજી પાણીની. બન્ને બોટલ એક જેવી જ હતી.

મુંબઈ મહાનગરપાલિકાની બજેટની પ્રેસ કૉંફ્રેસ દરમિયાન બની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બીએમસીના જોઈન્ટ મ્યુનિસિપલ કમિશનર રમેશ પવાર પાણીની જગ્યાએ ભૂલથી સેનિટાઈઝર પી ગયા હતા.
તેઓ પ્રેસ કોન્ફરંસ માટે ખુરશી બેસ્યા અને પાણી પીવા બોટલ ઉપાડી પરંતુ તેઓને એ ખ્યાલ ન રહ્યો કે, તેમણે જે બોટલ ઉપાડી હતી તે પાણીની નહીં પણ સેનિટાઈઝરની હતી.
સ્થળે હાજર લોકોએ કહ્યું હતું કે બેઠક દરમિયાન ટેબલ ઉપર બે બોટલ રાખી હતી. એક સેનિટાઈઝરની અને બીજી પાણીની. બન્ને બોટલ એક જેવી જ હતી. કમિશનર રમેશ પવારે ભૂલમાં પાણીને બદલે સેનિટાઈઝરની બોટલ ઉઠાવી લીધી હતી અને પી પણ લીધી. આ ઘટના પછી બેઠક થોડો સમય અટકી ગઈ હતી.
ઘટના પછી રમેશ પવારે એએનઆઈને જણાવ્યું હતું કે મેં વિચાર કર્યો કે હું મારું બજેટ ભાષણ શરૂ કરતા પહેલા પાણી પી લઉ, તેથી મેં બોટલ ઉઠાવી હતી અને પીધી હતી. ત્યાં પાણી અને સેનિટાઇઝર બંનેની બોટલો રાખવામાં આવેલી હતી, જે દેખાવમાં એક જેવી જ હતી. જેવી મેં પીવાનો પ્રયત્ન કર્યો તો મને મારી ભૂલ સમજાઈ હતી અને મે તેને ગળેથી ઉતાર્યું ન હતું.#WATCH: BMC Joint Municipal Commissioner Ramesh Pawar accidentally drinks from a bottle of hand sanitiser, instead of a bottle of water, during the presentation of Budget in Mumbai. pic.twitter.com/MuUfpu8wGT
— ANI (@ANI) February 3, 2021
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement