શોધખોળ કરો
Advertisement
વાતવાતમાં દરેક મુદ્દા પર વિરોધ કરનારા કયા બે પક્ષોએ 370 કલમ પર મોદી સરકારનું કર્યુ સમર્થન, જાણો વિગતે
મોદી સરકારના આ નિર્ણયનો અર્થ છે કે અનુચ્છેદ 370ના અંતર્ગત જમ્મુ-કાશ્મીરને જે વિશેષાધિકાર મળ્યા હતા, તે હવે ખતમ થઇ ગયા છે
નવી દિલ્હીઃ છેલ્લા એક અઠવાડિયાના સસ્પેન્સ આખરે મોદી સરકારે મોટો નિર્ણય લઇને પડદો ખોલી નાંખ્યો છે. રાષ્ટ્રપતિની મંજૂરીની સાથે જ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ના ખંડને નાબુદ કરી દીધા છે. રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંકલ્પ પ્રસ્તાવ રજૂ કરીને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધા છે. મોદી સરકારના આ માસ્ટર સ્ટ્રૉકને અનેક પક્ષોએ વિરોધ કર્યો, જેના કારણ થોડાક સમય સુધી રાજ્યસભાને સ્થગિત પણ કરી દેવી પડી હતી. જોકે, આ બધાની વચ્ચે બે પ્રાદેશિક પક્ષો બીએસપી અને શિવસેનાએ સરકારનું સમર્થન કર્યુ હતું.
વાત વાતમાં દરેક મુદ્દાની સાથે વિરોધ અને અસહમતિ દર્શાવતી શિવસેના અને બહુજન સમાજવાદી પાર્ટીએ રાજ્યસભામાં મોદી સરકારનું સમર્થન કર્યુ હતું. નોંધનીય છે કે, શિવસેના બીજેપીની સહયોગી પાર્ટી હોવા છતાં કેટલાય મુદ્દા પર મોદી સરકારનો વિરોધ કરી ચૂકી છે. જ્યારે બીએસપી પહેલાથી જ મોદી સરકારની નીતિઓના વિરોધમાં છે.
શિવસેનાએ ખુલીને સહકાર અને સમર્થન આપતા કહ્યું કે, અમે 370 કલમ મુદ્દે સરકારની સાથે છીએ. આ સરકાર આતંકીઓ સામે ઝૂકવાની નથી.
વળી, બીજી બાજુ બીજેપીના કટ્ટર વિરોધી ગણાતી માયાવતીની પાર્ટી બીએસપીએ પણ ખુલ્લુ સમર્થન આપ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, મોદી સરકારના આ નિર્ણયનો અર્થ છે કે અનુચ્છેદ 370ના અંતર્ગત જમ્મુ-કાશ્મીરને જે વિશેષાધિકાર મળ્યા હતા, તે હવે ખતમ થઇ ગયા છે. હવે જમ્મુ-કાશ્મીર ભારતના અન્ય રાજ્યોની જેમ સામાન્ય રાજ્ય હશે. અમિત શાહની આ જાહેરાત બાદ રાજ્યમાં અનુચ્છેદ 370 પુરેપુરી રીતે લાગુ નહીં થાય.
ઉપરાંત જમ્મુ-કાશ્મીરને લદ્દાખથી અલગ કરી દેવામાં આવ્યુ છે. લદ્દાખને વિધાનસભા વિનાનું કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપી દેવામાં આવ્યો છે. અમિત શાહે જેવું આ બિલ રજૂ કર્યુ તેવો રાજ્યસભામાં હંગામો શરૂ થઇ ગયો હતો, રાજ્યસભાને થોડીકવાર સુધી સ્થગિત પણ કરી દેવી પડી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement