શોધખોળ કરો
Advertisement
ભારત વિશ્વ હિતમાં કામ કરી રહ્યું છે અને કરતું રહેશે, બુદ્ધના સંદેશ પર ચાલીને મદદ કરી રહ્યો છે દેશઃ પીએમ મોદી
પ્રધાનમંત્રીએ સંબોધનમાં કહ્યું, આજે ભારત કોઈ પણ જાતના સ્વાર્થ વગર વિશ્વ સાથે ઉભું છું.
નવી દિલ્હીઃ આજે બુદ્ધ પૂર્ણિમા છે. આ અવસર પર પીએમ મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા એક પ્રાર્થના સભામાં સામેલ થયા હતા. આ કાર્યક્રમ કોરોના વાયરસ પીડિતો અને મહામારીની લડાઈ લડતા કોરોના યોદ્ધાના સન્માનમાં યોજાયો હતો. જેમાં પીએમ મોદીએ સંબોધન કર્યુ હતું.
પીએમ મોદીએ કહ્યું, ભગવાન બુદ્ધે વિશ્વને સેવાનો સંદેશ આપ્યો છે. આ વખતે પરિસ્થિતિ અલગ છે અને વિશ્વ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ભારત આજે બુદ્ધના પગલે ચાલીને દરેકને મદદ કરી રહ્યો છે.
પ્રધાનમંત્રીએ સંબોધનમાં કહ્યું, આજે ભારત કોઈ પણ જાતના સ્વાર્થ વગર વિશ્વ સાથે ઉભું છું. આપણે પોતાની સાથે પરિવાર, આસપાસની સુરક્ષા કરવી પડશે. સંકટના સમયમાં દરેકની મદદ કરવી બધાનો ધર્મ છે. આપણું કામ સતત સેવા ભાવનાથી હોવું જોઈએ, બીજા માટે કરૂણા રાખવી જરૂરી છે.
મોદીએ કહ્યું, બુદ્ધ કોઈ એક પરિસ્થિતિ સુધી મર્યાદીત નથી. તે દરેકને માનવતા હેઠળ મદદ કરવાનો સંદેશ આપે છે. આજે સમાજની વ્યવસ્થા બદલાઈ ચુકી છે, પરંતુ ભગવાન બુદ્ધના સંદેશનું આપણા જીવનમાં એક વિશેષ સ્થાન રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બૌદ્ધ મહામંચના સહયોગની સંસ્કૃતિ મંત્રાલયે વિશ્વભરના બૌદ્ધ સંઘોના સર્વોચ્ચ પ્રમુખોની ભાગીદારી સાથે એક વર્ચુઅલ પ્રેયર કાર્યક્રમનું આયોજન કર્યું હતું.#WATCH LIVE: PM Narendra Modi's speech on Buddha Purnima. https://t.co/MxkAYrIQwc
— ANI (@ANI) May 7, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion