શોધખોળ કરો
Advertisement
બજેટ 2020: તો હવે PFમાં જમા રૂપિયા પર પણ લાગશે ટેક્સ! નાણા મંત્રીએ કરી આ જાહેરાત
નાણા મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યું હતું.
નવી દિલ્હીઃ નાણા મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યું હતું. જેમાં ઈન્કમ ટેક્સ સ્લેબમાં બદલાવ કરવામાં આવ્યો છે. ઈપીએફ, એનપીએસમાં રોકાણની સીમા નક્કી કરી દેવામાં આવી છે. આ કારણે પણ તેના પર ટેક્સ લાગવાની શક્યતા છે.
શું કહ્યું નાણા મંત્રીએ
નાણા મંત્રીએ તેમના બજેટ ભાષણમાં કહ્યું, ટેક્સ છૂટ માટે કર્મચારી ભવિષ્ય નિધિ, નેશનલ પેન્શન સિસ્ટમ અને સુપરએનુએશન એટલે કે રિટાયરમેંટ ફંડમાં રોકાણની સંયુક્ત સીમા 7.5 લાખ રૂપિયા નક્કી કરી દીધી છે. આ ત્રણેયમાં ટેક્સ છૂટનો ફાયદો મળે છે. બજેટ ડોક્યુમેન્ટમાં કહેવામાં આવ્યું કે, એક વર્ષમાં કર્મચારીના ખાતામાં નોકરીદાતા દ્વારા ભવિષ્ય નિધિ, સુપરએનુએશન ફંડ અને એનપીએસમાં રોકાણની મર્યાદા 7.5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવે તેવો પ્રસ્તાવ છે.
ક્યારથી લાગુ થશે નવો નિયમ
નવો નિયમ 1 એપ્રિલ, 2021થી લાગુ થશે અને આકરણી વર્ષ 2021-22 માટે માન્ય રહેશે. જેનો મતલબ છે કે, તમામ યોજનાઓમાં કોઈ કર્મચારીનું એક વર્ષમાં રોકાણ 7.5 લાખ રૂપિયાથી વધારે હશે તો તેના પર ટેક્સ લાગશે.
પહેલા શું હતો નિયમ
આ પહેલા પીપીએફ અને એનપીએસમાં કરવામાં આવતું રોકાણ પૂરી રીતે ટેક્સ ફ્રી હતું તથા તેની કોઈ સીમા પણ નહોતી. નોકરીદાતા કર્મચારીના સીટીસી વેતનના 12 ટકા પીએફમાં યોગદાન આપે તેવી સીમા હતા.
કેરળમાં કોરોના વાયરસનો બીજો પોઝિટિવ કેસ નોંધાયો, જાણો વિગતે
‘MS ધોનીએ મને-સચિનને કહ્યા હતા સ્લો ફિલ્ડર’, કયા પૂર્વ ખેલાડીએ ચોંકાવનારું નિવેદન આપ્યું
મોબાઈલ નેટવર્કની સર્વિસથી પરેશાન થઈ બોલિવૂડની આ એક્ટ્રેસ, Twitter પર લખ્યું- ભંગાર સર્વિસ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement