શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કેરળમાં કોરોના વાયરસનો બીજો પોઝિટિવ કેસ નોંધાયો, જાણો વિગતે
કોરોના વાયરસનો ભોગ બનનાર દર્દી ચીનના પ્રવાસે ગયો હતો. દર્દીને હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત સ્થિર છે અને બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનો બીજો પોઝિટિવ કેસ કેરળમાં નોંધાયો છે. કોરોના વાયરસનો ભોગ બનનાર દર્દી ચીનના પ્રવાસે ગયો હતો. દર્દીને હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત સ્થિર છે અને બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. વિશ્વ સ્વાસ્થ સંગઠન દ્વારા કોરોના વાયરસને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે.
કોરોનાએ ચીનમાં લીધો 300થી વધુ લોકોનો ભોગ આ વાયરસથી ચીનમાં અત્યાર સુધીમાં 300થી વધારે લોકોના મોત થયા છે અને આશરે 9,000થી વધારે લોકો અસરગ્રસ્ત છે. 323 ભારતીયો સાથે એર ઈન્ડિયાનું બીજું વિમાન વુહાનથી ભારત આવી પહોંચ્યું હતું. આ પહેલા એર ઈન્ડિયાના પ્રથમ પ્લેનમાં 324 ભારતીયોને પરત લાવવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ સગીર અને 211 વિદ્યાર્થી હતા.Second positive case of Novel Coronavirus has been found, in Kerala. The patient has a travel history from China. The patient has been kept in isolation in the hospital; is stable and is being closely monitored. pic.twitter.com/kThna0HiCP
— ANI (@ANI) February 2, 2020
એરપોર્ટ પર ગોઠવવામાં આવ્યા થર્મલ સ્કેનર કોરોના વાયરસની અસર ભારતમાં જણાતા સરકારે યોગ્ય પગલા હાથ ધર્યા છે. કોલકતા, હૈદરાબાદ, મુંબઇ, દિલ્હી સહિત દેશના ઘણા એરપોર્ટ પર થર્મલ સ્કેનર ગોઠવવામાં આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 13,000 જેટલા પ્રવાસીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. ચીનથી આવેલા પ્રવાસીઓ અને ચીનથી પરત ફરેલા ભારતીય નાગરિકોનું વિશેષ ચેકઅપ કરવામાં આવ્યું છે.Delhi: Second Air India special flight carrying 323 Indians and 7 Maldives citizens, that took off from Wuhan (China) lands at Delhi airport. #Coronavirus https://t.co/Lxax67eJs2
— ANI (@ANI) February 2, 2020
કોરોના વાયરસથી બચવા શું કરશો કોરોના વાયરસના લક્ષણો વિષે આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ, ભારે તાવ, કફ, શરદી, શ્વાસ લેવામાં તકલીફ જેવા એક્યુટ રેસ્પિરેટરી ઈન્ફેક્શન જેવા લક્ષણો જોવા મળે તો તાત્કાલિક કચેરીને જાણ કરવી. વાઈરસનો ચેપ હવાના માધ્યમ દ્વારા એક મનુષ્યથી બીજા મનુષ્યને ફેલાતો હોવાથી દર્દીઓને ભીડભાડ જગ્યાએ જવાનું ટાળવું જોઈએ અને શરદી ઉધરસ કે છીંક ખાતી વખતે મોં આગળ રૂમાલ રાખવો જોઈએ. તેમજ શક્ય એટલો અન્ય લોકો સાથે માનવ સંપર્ક ટાળવો જોઈએ. તેમજ સમયાંતરે એન્ટીસેફ્ટીક સોલ્યુશન દ્વારા હાથ ધોવા અને ઈંડા તેમજ માંસને બરાબર રાંધીને ખાવું જોઈએ. INDvNZ: આજની T-20માં આ 11 ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરી શકે છે કોહલી, જાણો કોની મળી શકે છે સ્થાન ‘MS ધોનીએ મને-સચિનને કહ્યા હતા સ્લો ફિલ્ડર’, કયા પૂર્વ ખેલાડીએ ચોંકાવનારું નિવેદન આપ્યું મોબાઈલ નેટવર્કની સર્વિસથી પરેશાન થઈ બોલિવૂડની આ એક્ટ્રેસ, Twitter પર લખ્યું- ભંગાર સર્વિસDelhi: Second Air India special flight carrying 323 Indians and 7 Maldives citizens, that took off from Wuhan (China) has landed at Delhi airport. #Coronavirus pic.twitter.com/RrLd52ZjnJ
— ANI (@ANI) February 2, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion