શોધખોળ કરો
Advertisement
વાયુસેનાના હુમલા બાદ પીએમ મોદીની અધ્યક્ષતામાં મળી CCSની બેઠક
નવી દિલ્હીઃ પીઓકેના આતંકી કેમ્પો પર ભારતીય વાયુસેનાની મોટી કાર્યવાહી બાદ વડાપ્રધાનની અધ્યક્ષતામાં સીસીએસ (કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી)ની બેઠક બોલાવવામાં આવી. આ બેઠકમાં પીએમ ઉપરાંત ગૃહમંત્રી રાજનાથ સિંહ, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, નાણામંત્રી અરુણ જેટલી, એનએસએ અજીત ડોભાલ સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાના બે અઠવાડિયાની અંદરજ સેનાએ આતંકવાદીઓને મોંહતોડ જવાબ આપ્યો છે.
એરફોર્સે એલઓસી પાર કરીને જૈએ-એ-મોહમ્મદના આતંકી કેમ્પો પર 1000 કિલો બૉમ્બ ફેંક્યા છે. માહિતી અનુસાર મોડી રાત્રે 3 વાગે કરવામાં આવેલા વાયુસેનાના ઓપરેશનમાં 12 મિરાજ ફાઇટર પ્લેને કાર્યવાહીને અંજામ આપ્યો હતો.
વાયુસેનાએ મોડી રાત્રે લગભગ 3.30 વાગે આ કાર્યવાહી કરી હતી. પુલવામાં હુમલા બાદથી જ ભારત તરફથી મોટી કાર્યવાહીના સંકેત આપવામાં આવી રહ્યાં હતાં. હાલમાં બન્ને દેશોમાં તનાવની સ્થિતિ પેદા થઇ ગઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
ગુજરાત
Advertisement