શોધખોળ કરો
Advertisement
શું મચ્છરો દ્વારા પણ ફેલાઈ શકે છે કોરોના વાયરસ ? જાણો રિસર્ચમાં શું આવ્યું સામે
વૈજ્ઞાનિકોના કહેવા મુજબ વાયરસ પર અત્યાર સુધી થયેલા રિસર્ચના આધારે કહી શકાય કે મચ્છરો દ્વારા નથી ફેલાતો.
નવી દિલ્હીઃ હાલ સમગ્ર વિશ્વ કોરોના વાયરસ સામે લડી રહ્યું છે. અનેક દેશો તેની રસી બનાવવામાં અને દવા શોધવામાં લાગ્યા છે. થોડા સમયમાં આને લઈ સફળ પરિણામ આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ વાયરસને લઈ સમય સમય પર દિશા નિર્દશ જાહેર કરતું રહે છે. આ દરિયાન કોરોના વાયરસને લઈ એક નવો સવાલ ઉભો થયો છે કે શું કોરોના વાયરસ મચ્છરથી પણ ફેલાઈ શકે છે?
વૈજ્ઞાનિકોના કહેવા મુજબ વાયરસ પર અત્યાર સુધી થયેલા રિસર્ચના આધારે કહી શકાય કે મચ્છરો દ્વારા નથી ફેલાતો. કેંસસ યુનિવર્સિટીના શોધકર્તાઓ એક ઉંડા અભ્યાસ બાદ એવું તારણ કાઢ્યું છે કે, મચ્છરોના માધ્યમતી કોરોના વાયરસનો પ્રસાર થતો નથી. નેચર સાયન્ટિફિક રિપોર્ટ્સ નામના જર્નલમાં તે પ્રકાશિત પણ થયું છે.
રિસર્ચરોએ લેબોરેટરીમાં પ્રયોગ કરીને બતાવ્યું કે, SARS-CoV-2 મચ્છરોને સંક્રમિત નથી કરતું. કેંસાસ યુનિવર્સિટીના બાયોસિક્યોરિટી રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના ડાયરેક્ટર સ્ટીફન ગિહ્સે કહ્યું, અમે મચ્છરોને સંક્રમિત કરવાની તમામ કોશિશ કરી. અમે પ્રકૃતિમાં સામાન્ય રીતે ન જોવા મળે તેવી રીત પણ અજમાવી હતી, તેમ છતાં પરિણામ ન મળ્યું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion