શોધખોળ કરો

શું વરસાદથી કોરોના સંક્રમણની ગતિ ધીમી પડી જાય છે ? જાણો મોદી સરકારે શું કહ્યું

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજમાં લખવામાં આવ્યું છે કે, હવામાન બદલાતાં અને વરસાદથી કોરોના સંક્રમણની સ્પીડ ઓછી થઈ જાય છે.

નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોના માથે તોળાઇ રહેલું 'ટૌકતે' વાવાઝોડાનું સંકટ હવે વધુને વધુ ઘેરું બન્યું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે. જેમાં વરસાદથી કોરોના સંક્રમણની ગતિ ધીમી પડતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજમાં લખવામાં આવ્યું છે કે, હવામાન બદલાતાં અને વરસાદથી કોરોના સંક્રમણની સ્પીડ ઓછી થઈ જાય છે. જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને લખ્યું, કોરોનાની સ્પીડ માત્ર  યોગ્ય વ્યવહારના પાલન કરવાથી જ ઘટાડી શકાય છે.  માસ્ક યોગ્ય રીતે પહોરે, વારંવાર હાથ ધોવો અને સેનિટાઇઝ કરો. સામાજિક અંતર જાળવી રાખો.

પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

વાવાઝોડાને પગલે જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છમાંભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે ૧૭-૧૮ મેના રેડ એલર્ટ જાહેર કરાયું છે.  વાવાઝોડાને પગલે ૧૬ મેના સાંજથી વેરી સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાવાનું શરૃ થઇ જશે અને જેના પગલે ૧૭ મેના ૧૪૫થી ૧૫૫ કિલોમીટર પ્રતિ કલાક જ્યારે ૧૮ મેના ૧૫૦-૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. ૧૯ મેથી વાવાઝોડાની તીવ્રતા ઘટવા લાગશે. સોમવારથી જ રાજ્યના અનેક જિલ્લામાં વાવાઝોડાની અસર વર્તાવવાનું શરૃ થઇ જશે અને જેના પગલે ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડે તેની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 

ગુજરાતના કયા જિલ્લામાં કયું એલર્ટ?

રેડ એલર્ટ

૧૭ મે : જુનાગઢ, ગીર સોમનાથ, દીવ.

૧૮ મે : જામનગર, પોરબંદર,દેવભૂમિ દ્વારકા, કચ્છ.

યલો એલર્ટ

૧૭ મે : સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, ભાવનગર, મોરબી.

૧૮ મે : સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ.

૧૯ મે : બનાસકાંઠા, કચ્છ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ

Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી

Mumbai Politics: તાજ હોટલ બની કિલ્લો! 29 કોર્પોરેટરો અંડરગ્રાઉન્ડ, શું મુંબઈમાં ફરી મોટો ઉલટફેર થશે?

ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?

વિડિઓઝ

Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ
Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ
BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ
Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી
Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી
Mumbai Politics: તાજ હોટલ બની કિલ્લો! 29 કોર્પોરેટરો અંડરગ્રાઉન્ડ, શું મુંબઈમાં ફરી મોટો ઉલટફેર થશે?
Mumbai Politics: તાજ હોટલ બની કિલ્લો! 29 કોર્પોરેટરો અંડરગ્રાઉન્ડ, શું મુંબઈમાં ફરી મોટો ઉલટફેર થશે?
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો

Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું

Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત

ફૂલ ટાંકીમાં ચાલે છે 800 KM, દેશની સૌથી સસ્તી ડિસ્ક-બ્રેક બાઇક કઈ?

Embed widget