(Source: ECI/ABP News/ABP Majha)
Abhinandan Awarded Vir Chakra: અભિનંદનને ‘વીર ચક્ર’થી નવાજવામાં આવ્યા, PAKનું F-16 ફાઈટર એરક્રાફ્ટને તોડી પાડવા બદલ સન્માન
27 ફેબ્રુઆરીએ હવાઈ હુમલાના બીજા દિવસે પાકિસ્તાનની વાયુસેનાએ ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય વાયુસેનાએ તેને ભગાડી દીધો.
Abhinandan Varthaman: એરફોર્સના ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનને આજે 'વીર ચક્ર' થી સન્માનીત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે સન્માન સમારોહમાં તેમને સન્માનીત કરવામાં આવ્યા. બાલાકોટ એરસ્ટ્રાઈક સમયે અભિનંદન વાયુસેનામાં વિંગ કમાન્ડર હતા અને તેમણે પાકિસ્તાનનું F-16 તોડી પાડ્યું હતું.
14 ફેબ્રુઆરી 2019ના રોજ, પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પુલવામામાં CRPFના કાફલા પર ફિદાયીન હુમલો કર્યો હતો. આ હુમલામાં ભારતના 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય વાયુસેનાએ 26-27 ફેબ્રુઆરીની રાત્રે પાકિસ્તાનના બાલાકોટમાં હવાઈ હુમલો કર્યો હતો. ભારતના આ હવાઈ હુમલામાં પાકિસ્તાનમાં બેઠેલા 300થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
Delhi: Wing Commander (now Group Captain) Abhinandan Varthaman being accorded the Vir Chakra by President Ram Nath Kovind, for shooting down a Pakistani F-16 fighter aircraft during aerial combat on February 27, 2019. pic.twitter.com/CsDC0cYqds
— ANI (@ANI) November 22, 2021
27 ફેબ્રુઆરીએ હવાઈ હુમલાના બીજા દિવસે પાકિસ્તાનની વાયુસેનાએ ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય વાયુસેનાએ તેને ભગાડી દીધો. તે સમયે તત્કાલિન વિંગ કમાન્ડર અભિનંદન હાલમાં મિગ-21 ઉડાવી રહ્યા હતા. તેણે એ જ પ્લેનમાંથી પાકિસ્તાનનું એફ-16 તોડી પાડ્યું હતું. જોકે, બાદમાં અભિનંદનનું પ્લેન પાકિસ્તાનની સીમામાં ક્રેશ થયું હતું, ત્યારબાદ પાકિસ્તાની સેનાએ તેને બંદી બનાવી લીધો હતો. ભારતના દબાણમાં પાકિસ્તાને લગભગ 60 કલાક બાદ અભિનંદનને મુક્ત કર્યો હતો.
For shooting down a Pakistani F-16 fighter aircraft aerial combat on February 27, 2019 Wing Commander (now Group Captain) Abhinandan Varthaman to be awarded the Vir Chakra today by President Ram Nath Kovind in an investiture ceremony. pic.twitter.com/aO4NGdffzf
— ANI (@ANI) November 22, 2021
અભિનંદને મિગ-21 પરથી F-16 તોડી પાડ્યું. જેના કારણે દુનિયાભરમાં તેની પ્રશંસા થઈ હતી. તેનું કારણ એ હતું કે F-16 એક અત્યંત આધુનિક ફાઈટર એરક્રાફ્ટ હતું, જેને અમેરિકાએ બનાવ્યું હતું. જ્યારે મિગ-21 60 વર્ષ જૂનું રશિયન બનાવટનું એરક્રાફ્ટ હતું. ભારતે 1970માં રશિયા પાસેથી મિગ-21 ખરીદ્યું હતું.