શોધખોળ કરો

સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?

અમે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા તેમજ નિકાસ સ્પર્ધાત્મકતા વધારવા માટે કાચા માલ પરની આ ડ્યૂટી ઘટાડી રહ્યા છીએ.

ઇલેક્ટ્રિક વ્હિકલ અને મોબાઇલ ફોન ઉત્પાદક કંપનીઓને રાહત આપતા કેન્દ્ર સરકારે બંનેના ઉત્પાદનમાં વપરાતા આવશ્યક પાર્ટ્સ પરની આયાત ડ્યુટી નાબૂદ કરી છે. મંગળવારે સરકારે આ જાહેરાત કરી હતી.

આ નિર્ણય વિશે માહિતી આપતાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને નિકાસ સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવવાના પ્રયાસરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટેરિફની સંભવિત અસર ઘટાડવા માટે વ્યાપક ડ્યૂટી કાપનો એક ભાગ છે.

સંસદમાં નાણાકીય વટહુકમ 2025 પસાર થાય તે પહેલાં નાણામંત્રીએ કહ્યું હતું કે - અમે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા તેમજ નિકાસ સ્પર્ધાત્મકતા વધારવા માટે કાચા માલ પરની આ ડ્યૂટી ઘટાડી રહ્યા છીએ.

નોંધનીય છે કે અગાઉ ન્યૂઝ એજન્સી રોઇટર્સના એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ભારત સરકાર ટ્રમ્પ સરકાર સાથેની વાતચીતના પ્રથમ રાઉન્ડમાં લગભગ 1.9 લાખ કરોડ રૂપિયાની કિંમતની યુએસ આયાતના અડધાથી વધુ પર ડ્યુટી ઘટાડવાનું વિચારી રહી છે.

કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનો અંગે લેવામાં આવેલા નિર્ણયને કારણે EV બેટરીના ઉત્પાદનમાં વપરાતા 35 ઉત્પાદનોને આયાત ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે. જ્યારે મોબાઇલ ફોનના ઉત્પાદનમાં વપરાતા 28 ઉત્પાદનો પર કોઈ આયાત ડ્યુટી વસૂલવામાં આવશે નહીં.

અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી ચૂંટાયા પછી તેમણે 2 એપ્રિલથી પારસ્પરિક ટેરિફની જાહેરાત કરી હતી. આવી સ્થિતિમાં વિશ્વભરમાં ટ્રેડ વોર ફાટી નીકળવાની સંભાવના છે. જોકે, ભારતે અમેરિકન ઉત્પાદનો પર આયાત ડ્યુટીમાં છૂટછાટ આપવાનો સંકેત આપ્યો છે. અમેરિકાના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે આ અંગે વ્યાપક ચર્ચા થવાની અપેક્ષા છે. આવી સ્થિતિમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના સંદર્ભમાં સરકારનું આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, છેલ્લા ૧૦ વર્ષમાં ભારતનું વિદેશી દેવું ૨૫૦ બિલિયન ડોલરથી પણ વધુ વધી ગયું છે. મંત્રાલયને લોકસભામાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ૩૧ માર્ચ, ૨૦૧૪ના રોજ દેશ પર કુલ કેટલું વિદેશી દેવું હતું અને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ સુધીમાં તે કેટલું થઈ ગયું છે. આ પ્રશ્નના જવાબમાં નાણા મંત્રાલયે જણાવ્યું કે સપ્ટેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ દેશ પર ૭૧૧.૮ બિલિયન યુએસ ડોલરનું વિદેશી દેવું છે, જ્યારે ૩૧ માર્ચ, ૨૦૧૪ના રોજ આ આંકડો ૪૪૬.૨ બિલિયન યુએસ ડોલર હતો. આ આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે છેલ્લા ૧૦ વર્ષમાં દેશનું વિદેશી દેવું આશરે ૨૬૫.૬ અબજ ડોલર જેટલું વધ્યું છે. આ આંકડો દેશની આર્થિક સ્થિતિ અંગે ગંભીર ચિંતાઓ ઊભી કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો
અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
Embed widget