મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર બંધ કર્યા બાદ સંજય રાઉતે PM મોદી પાસે રાષ્ટ્રીય નીતિની માંગ કરી, ગુજરાત-દિલ્હી વિશે પણ...
શિવસેના નેતા અને સાંસદ સંજય રાઉતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપિલ કરતાં કહ્યું કે, લાઉડસ્પીકરના ઉપયોગ કરવા માટે તેમણે રાષ્ટ્રીય નીતિ બનાવવી જોઈએ.
Shivsena on Loudspeaker: શિવસેના નેતા અને સાંસદ સંજય રાઉતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપિલ કરતાં કહ્યું કે, લાઉડસ્પીકરના ઉપયોગ કરવા માટે તેમણે રાષ્ટ્રીય નીતિ બનાવવી જોઈએ અને આ નીતિને ગુજરાત-દિલ્હીમાં સૌથી પહેલાં લાગુ કરવી જોઈએ. રાઉતે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી કે, લાઉડસ્પીકરની આ રાષ્ટ્રીય નીતિ ભાજપ શાસિત રાજ્યોમાં સૌથી પહેલાં લાગુ કરવી જોઈએ. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ આ મહિનાની શરુઆતમાં જ મહારાષ્ટ્રની મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવાની માંગ કરી હતી. જે બાદ લાઉડસ્પીકરકના ઉપયોગનો મુદ્દો ગરમાયો હતો.
લાઉડસ્પીકરના ઉપયોગને લઈને એક રાષ્ટ્રીય નીતિ બનાવો - રાઉત
સંજય રાઉતે મુંબઈમાં કહ્યું કેસ, અમારી પાર્ટી તરફથી હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી અપીલ કરુ છું કે, "સરકાર લાઉડસ્પીકરના ઉપયોગ કરવા માટે એક રાષ્ટ્રીય નીતિ બનાવે અને આ નીતિને સૌથી પહેલાં બિહાર, દિલ્હી અને ગુજરાત જેવા રાજ્યોમાં લાગુ કરે". તેમણે વધુમાં કહ્યું કે, સરકાર આ નીતિ બનાવશે તે પછી સ્વાભાવિક રીતે શિવસેના આ નીતિનું પાલન કરશે, કારણ કે રાજ્ય દેશના કાયદાનું પાલન કરવા માટે બાધ્ય છે.
ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં હજી સુધી લાઉડસ્પીકર ના હટાવાયા - રાઉત
સંજય રાઉતે વધુમાં કહ્યું કે, તમારા લોકો લાઉડસ્પીકરના ઉપયોગને લઈને વિવાદ ઉભો કરી રહ્યા છે, તેથી એક રાષ્ટ્રીય નીતિની જરુરિયા છે. ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી લાઉડસ્પીકર નથી હટાવાયા. રાઉતે વધુમાં કહ્યું કે, કેન્દ્ર સરકારે ગૌવધ ઉપર પ્રતિબંધ લગાવવા માટે રાષ્ટ્રીય નીતિ બનાવી હતી, પરંતુ પૂર્વોત્તર રાજ્યો અને ગોવામાં છૂટ અપાઈ હતી કારણ કે આ રાજ્યોના મુખ્યમંત્રીઓએ ગૌવધ પર પ્રતિબંધનો વિરોધ કર્યો હતો. તેમણે પુછ્યું હતું કે, આ વિષયમાં રાષ્ટ્રીય નીતિ ક્યાં છે?
આ પણ વાંચોઃ