કોરોનાના વધતા કેસને કારણે ભારતના આ શહેરમાં તમામ સ્કૂલો બંધ કરવાનો આદેશ
કોરોનાના વધતા કેસના કારણે ચંડિગઢ શિક્ષણ વિભાગે તમામ સ્કૂલોને બંધ કરવાનો આદેશ આપ્યો છે
School Closed: કોરોનાના વધતા કેસના કારણે ચંડિગઢ શિક્ષણ વિભાગે તમામ સ્કૂલોને બંધ કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યમાં સતત કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે જેને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારનું માનવું છે કે બાળકોમાં સંક્રમણ વધવાના ખતરાને ધ્યાનમાં રાખીને ઓફલાઇન અભ્યાસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
District Education Office, Chandigarh reschedules winter vacations in govt & govt-aided schools in the UT as a precautionary measure, in wake of #COVID19.
— ANI (@ANI) December 18, 2021
As per the revised schedule, schools will have winter vacations from 20th Dec to 7th Jan. Schools will reopen on 10th Jan. pic.twitter.com/K5hvVPwGLL
શહેરની તમામ સરકારી, અર્ધ સરકારી, પ્રાઇવેટ સ્કૂલોમાં 20 ડિસેમ્બરથી 07 જાન્યુઆરી 2022 સુધી રજાઓની જાહેરાત કરાઇ છે. સરકારે વિન્ટર વેકેશનને રીશેડ્યુલ કરી 20 ડિસેમ્બરથી જ સ્કૂલ બંધ કરી દેવાશે. નોંધનીય છે રાજ્યમાં સ્કૂલ 18 ઓક્ટોબરના રોજ ખોલવામાં આવ્યા હતા. તમામ ક્લાસને બે મહિના ચલાવ્યા બાદ ફરીથી સ્કૂલો બંધ કરવામાં આવી રહી છે. મહામારી બાદ સ્કૂલ પ્રથમવાર શરૂ કરાયા હતા. બાળકોના માતા પિતાની મરજીની સાથે સ્કૂલ આવવાની મંજૂરી અપાઇ હતી. અભ્યાસ ઓનલાઇન અને ઓફલાઇન કરાવવામાં આવી રહ્યો હતો. કોરોનાની બીજી લહેર બાદ આ એક સપ્તાહમાં કોરોનાના વધુ કેસ નોંધાયા હતા. એવામાં સરકારે કોરોના સંક્રમણને જોતા સ્કૂલો પર ફરીથી તાળુ મારવાનો નિર્ણય લેવાયો છે. સ્કૂલ હવે 7 જાન્યુઆરી 2022 બાદ જ ફરીથી ખોલી શકાશે.
ગુજરાતના આ શહેરમાં થઈ ઓમિક્રોનની એન્ટ્રી, નવા 2 કેસ નોંધાયા, જાણો વિગતો
Omicron Lockdown: ઓમિક્રોનની ચેઇન તોડવા આ દેશમાં લગાવાશે લોકડાઉન ? જાણો વિગત
Year Ender: આ છે આ વર્ષની T20ની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન, વિરાટ-રોહિતને નથી મળ્યું સ્થાન
Gujarat Corona : ગુજરાતની સ્કૂલોમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ, અમદાવાદના 4 વિદ્યાર્થી પોઝિટીવ