શોધખોળ કરો
Advertisement
છત્તીસગઢ ચૂંટણીઃ પ્રથમ તબક્કામાં જંગી 70 % મતદાન, દંતેવાડામાં નક્સલીઓએ કર્યો IED બ્લાસ્ટ
નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની શરૂઆત થઇ ગઇ છે. છત્તીસગઢમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું. જેમાં રેકોર્ડ બ્રેક 70 ટકા વોટિંગ નોંધાયું હતું. નક્સલ પ્રભાવિત 18 બેઠકો પર મતદાન યોજાયું હતું. નક્સલ પ્રભાવિત વિસ્તાર હોવાના કારણે ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ વધુમાં વધુ મતદાન કરવાની લોકોને અપીલ કરી હતી. નક્સલ પ્રભાવિત આઠ જિલ્લાના મતદાતાઓ મુખ્યમંત્રી રમનસિંહ સહિત 190 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે.
રાજનાંદગાંવમાં ઇવીએમ ખરાબ હોવાના કારણે મતદાન રોકવામાં આવ્યું હતું. જોકે, બાદમાં વોટિંગ શરૂ કરાયું હતું. દંતેવાડાના સંગવારી મતદાન કેન્દ્ર પર ઇવીએમ મશીનમાં ખરાબીને કારણે મતદાન પર અસર થઇ હતી. છત્તીસગઢના દંતેવાડાના કટેકલ્યાણમાં તુમકપાલમાં નક્સલીઓએ આઇઇડી બ્લાસ્ટ કર્યો હતો. મતદાન કેન્દ્રથી દોઢ કિલોમીટર દૂર વિસ્ફોટ થયો હતો. જોકે, કોઇને ઇજા પહોંચી નહોતી. રાજ્યમાં ચૂંટણીમાં સુરક્ષા માટે કેન્દ્ર સરકારે 65 હજાર જવાનો મોકલ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement