શોધખોળ કરો

CRPF Firing: છત્તીસગઢના સુકમાના CRPF કેમ્પમાં જવાને સાથીદારો પર ગોળીબાર કર્યો, ચારના મોત, 3 જવાન ઘાયલ

બસ્તરના આઈજી પી સુંદરરાજે એબીપી ન્યૂઝને આ માહિતી આપી છે.

CRPF Jawan Firing: છત્તીસગઢમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીંના સુકમામાં એક સૈનિકે તેના સાથી સૈનિકો પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ચાર જવાન શહીદ થયા છે જ્યારે 3 જવાન ઘાયલ થયા છે. બસ્તરના આઈજી પી સુંદરરાજે એબીપી ન્યૂઝને આ માહિતી આપી છે.

સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મરાઈગુડાના લિંગનાપલ્લી કેમ્પમાં સીઆરપીએફની 50મી બટાલિયનના જવાનો વચ્ચે કોઈ મુદ્દે વિવાદ થયો હતો. આ વિવાદ એટલો વધી ગયો કે એક જવાને ગોળીબાર શરૂ કરી દીધો. આ ઘટનામાં ઘણા જવાન ઘાયલ થયા છે. તમામને રાયપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે આરોપી જવાનને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

અગાઉ, છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં, સુરક્ષા દળોએ છ ઈનામી નક્સલવાદીઓ સહિત આઠ નક્સલવાદીઓની ધરપકડ કરી છે. સુકમા જિલ્લાના પોલીસ અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે જિલ્લાના ચિંતલનાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મોરપલ્લી ગામના જંગલમાં આઠ નક્સલવાદીઓ કાવાસી રાજુ, કાલામુ માડા, કોમરામ કન્ના, મડકામ હિદમા, તુરસમ મુદ્રાજ, મડકામ એન્કા, મડકામ સોમા અને મડકામ મુટ્ટાની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે દરેકની ઉંમર 30 થી 45 વર્ષની વચ્ચે છે.

તેણે કહ્યું કે કાવસીના માથે આઠ લાખ રૂપિયાનું ઈનામ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લામાં ચાલી રહેલા નક્સલ વિરોધી અભિયાનના ભાગરૂપે, CRPFની કોબ્રા બટાલિયન અને જિલ્લા દળની સંયુક્ત ટીમને ચિંતલનાર પોલીસ સ્ટેશનથી મોરપલ્લી, તિમ્માપુરમ, પેડદાબોડકેલ, ચિન્નાબોડકેલ અને જબ્બગટ્ટા ગામો તરફ પેટ્રોલિંગમાં મોકલવામાં આવી હતી.

તેમણે કહ્યું કે ટીમ ગુરુવારે મોરપલ્લી ગામના જંગલમાં હતી ત્યારે શંકાસ્પદ વસ્તુઓ સાથે કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓ જોવા મળ્યા હતા જેઓ જંગલમાં ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બાદમાં સુરક્ષા દળોએ તેમને ઘેરીને તેમને પકડી લીધા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા દળો દ્વારા નક્સલવાદીઓ પાસેથી વિસ્ફોટક મળી આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ

ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ

Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ

કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા

બેન્ક ખાતામાંથી 35,000થી વધુ રૂપિયા નહીં ઉપાડી શકે ગ્રાહકો, RBIએ આ બેન્ક પર લગાવ્યા અનેક પ્રતિબંધો

ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી

Embed widget