શોધખોળ કરો
Advertisement
લોકસભા-વિધાનસભા ચૂંટણી એકસાથે કરવાની કોઈ સંભાવના નથી: મુખ્ય ચૂંટણી કમિશનર
ઔરંગાબાદ: લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરવાની અટકળો પર પૂર્ણ વિરામ મુકતા ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશન (સીઈસી) ઓપી રાવતે કાયદાકીય માળખું સ્થાપિત કર્યા વગર એક સાથે ચૂંટણી કરવાની સંભાવનાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. રાવતને જ્યારે સવાલ કરવામાં આવ્યો હતો કે શું લોકસભા અને વિધાનસબા ચૂંટણી એક સાથે કરાવવું સંભવ છે. ત્યારે રાવતે કહ્યું કે, કોઈ સંભાવના નથી.
લોકસભા ચૂંટણી આવતા વર્ષે એપ્રિલ-મે મહિનામાં યોજાવાની છે. ત્યાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મિઝોરમમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી અનેક વખત એક સાથે લોકસભા અને વિધાનસભા ચૂંટણી પર વિચાર કરવાની વાત કરી ચુક્યા છે. તેઓએ ઘણીવાર કહ્યું છે કે આ વિશે વિપક્ષ વિચાર કરે. એક સાથે ચૂંટણી કરવા પર ખર્ચ અને સમય બચશે. જ્યારે અનેક વિપક્ષ દળ એક સાથે ચૂંટણી યોજવાના પક્ષમાં નથી. વિપક્ષી દળોનું માનવું છે કે એક સાથે લોકસભા અને વિધાનસભા ચૂંટણીના નિર્ણયથી રાજ્યોને નુકસાન થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement