શોધખોળ કરો
Advertisement
ડ્રગ્સ કેમાં શાહરૂખ ખાન, રણબીર કપૂર અને અર્જુન રામપાલના નામ આવ્યા હોવાનો દાવો, જાણો NCBએ શું કહ્યું
સૂત્રો અનુસાર A નામથી શરૂ થનાર એક્ટર ડ્રગ્સ લેતો હતો અને સંપર્ક હતા તેવા લોકોને ડ્રગ્સ આપતો પણ હતો.
નવી દિલ્હીઃ બોલીવુડ ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો આવ્યો છે. NCBની પૂછપરછમાં ડ્રગ્સ પેડલર્સે બોલીવુડના ચાર હિરો શાહરૂખ ખાન, રણબીર કપૂર, ડિનો મોરિયા અને અર્જુન રામપાલના નામ પણ આપ્યા છે. દૈનિક ભાસ્કરના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. એનસીબી કોઈપણ પગલું ભરતા પહેલા હોમ વર્ક કરી લેવા માંગે છે. જે બાદ એજન્સી આ અભિનેતાઓને સમન્સ મોકલી શકે છે.
મંગળવારે એબીપી ન્યૂઝે સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે, ડ્રગ્સ કેસમાં એનસીબી દીપિકાની સાથ કામ કરી ચુકેલા ત્રણ સુપર સ્ટારની પૂછપરછ કરી શકે છે. આ અભેતાઓના નામ S, R અને A થી શરૂ થાય છે. સૂત્રોના કહેવા મુજબ એ નામથી શરૂ થતો અભિનેતા ડ્રગ્સ લાવતો પણ હતો અને સંપર્કમાં આવતા લોકોને આપતો હતો.
દૈનિક ભાસ્કરે પોતાના એક અહેવાલમાં દાવો કર્યો છે કે, નારટોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ની તપાસમાં શાહરૂખ ખાન, રણબીર કપૂર, ડિનો મોરિયા અને અર્જુન રામપાલનું નામ સામે આવ્યું છે. તેમના પર એનસીબીએ કહ્યું કે, SRA વિશે કોઈપણ પુરાવા વગર કેટલાક સમાચાર ચાલી રહ્યા છે. દૈનિક ભાસ્કરના રિપોર્ટ અનુસાર, એનસીબીના એક અધિકારીએ પોતાનું નામ ન આપવાની શરત પર બોલિવૂડના મોટા નામનો ખુલાસો કર્યો છે.
નોંધનીય છે કે, મંગળારે એબીપી ન્યૂઝે સૂત્રોને ટાંકીને કહ્યું હતું કે, ડ્રગ્સ કેસમાં એનસીબી દીપિકા પાદુકોણની સાથે કામ કરી ચૂકેલ ત્રણ સુપરસ્ટારની ટૂંકમાં જ પુછપરછ કરી શકે છે. આ એક્ટરના નામ S, R અને A થી શરૂ થાય છે. ત્રણેય સ્ટારના નામ કથિર રીતે પ્રોડ્યુસર ક્ષિતિજ રવિ પ્રસાતે આપ્યા હતા. સૂત્રો અનુસાર A નામથી શરૂ થનાર એક્ટર ડ્રગ્સ લેતો હતો અને સંપર્ક હતા તેવા લોકોને ડ્રગ્સ આપતો પણ હતો.
જણાવીએ કે, ડ્રગ્સ કેમાં 26 સપ્ટેમ્બરે એનસીબીએ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનનું નિવેદન નોંધ્યું હતું. આ દિવસે એનસીબીએ ધર્મા પ્રોડક્શનના કાર્યકારી નિર્માતા ક્ષિતિજ રવિ પ્રસાતની પુછપરછ કરી ધરપકડ કરી હતી. એજન્સી આ મામલે અત્યાર સુધીમાં 18 લોકોની ધરપકડ કરી ચુકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement