શોધખોળ કરો
Advertisement
મથુરાઃ દબાણ હટાવવા ગયેલી પોલીસ ઉપર ટોળાએ કર્યો હુમલો, બે અધિકારીઓના મોત
મથુરાઃ ઉત્તરપ્રદેશનાં મથુરામાં સરકારી જમીન ઉપર થયેલા દબાણો હટાવવા માટે ગયેલી પોલીસની ટીમ ઉપર લોકોના ટોળાઓ હુમલો કર્યો. સમગ્ર ઘટનામાં ટાળાને કાબુમાં લેવા માટે પોલીસે ફાયરિંગ કર્યું હતુ. જેના પગલે અફરા-તફરીના માહોલમાં એસપી અને એક પોલીસ કર્મીનાં મોત નિપજ્યા હતા.
જવાહર બાગની બાગબાની વિભાગની 205 એકર જમીન પરનું ગેરકાયદે દબાણ હટાવવા પોલીસ ત્યાં ગઈ હતી. ટોળા અને પોલીસ વચ્ચે થયેલી અથડામણમાં 12 પોલીસકર્મીઓને ઈજા પહોંચી હતી. મુખ્યમંત્રી અખિલેશ યાદવે દોષિતો સામે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
જાણકારી અનુસાર એક સત્યાગ્રહી સંગઠન દ્વારા છેલ્લા બે વર્ષથી આ પાર્ક ઉપર હક્ક જમાવીને બેઠું હતું. કોર્ટનાં આદેશ બાદ પણ આ જમીન ખાલી કરાવામાં આવી નહોતી.
સ્થાનિક વહિવટી તંત્રએ સત્યાગ્રહીઓને નોટીસ પાઠવી 24 કલાકમાં જમીન ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. છતાં સત્યાગ્રહીઓ ત્યાંથી ન હટતાં સ્થાનિક પ્રસાશને પોલીસને સાથે રાખી આ કામગીરી આદરી હતી.
સત્યાગ્રહીઓએ પોલીસ અને અધિકારીઓને નિશાન બનાવી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેના પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
સમગ્ર ઘટનામાં પોલીસ કંઈ સમજે તે પૂર્વે જ શહેરના એડિશનલ એસપી મુકુલ દ્વિવેદી, સિટી મેજીસ્ટ્રેટ રામઅરજ યાદવ, એસઓ પ્રદિપ કુમાર, એસઓ સંતોષકુમાર યાદવને ગોળી વાગી હતી.
સ્થાનિક કક્ષાએથી જાણકારી મળી તે મુજબ જ્યારે પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે લોકોનું ટોળુ ગુસ્સે ભરાયું હતું. ટોળાને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટોળુ બોકાબુ બનતાં હવામાં ફાયરિંગ કર્યું હતું. જેના પગલે ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો.
ઈજાગ્રસ્ત અધિકારીઓ અને કર્મીઓને તત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. દરમિયાન ઈજાગ્રસ્ત સંતોષકુમાર યાદવનું રસ્તામાં જ મોત નિપજ્યું હતું. બીજી તરફ એસપી મુકુલ દ્વિવેદીને આગ્રાની નિયતી હોસ્પિટલમાં લઈ જવાતાં સારવાર વેળા તેમનું મોત નિપજ્યું હતું. હાલ 12 ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement