Uttarakhand: દહેરાદૂના સહસ્ત્રધારામાં વાદળ ફાટવાથી તબાહી, શિમલામાં ભૂસ્ખલન, મંડીમાં બસો ડૂબી
Uttarakhand: દહેરાદૂનના આઇટી પાર્ક નજીક રસ્તાઓ પર વાહનો રમકડાંની જેમ તરતા જોવા મળ્યા

Uttarakhand: 16 સપ્ટેમ્બર 2025ના રોજ ભારે વરસાદે ઉત્તર ભારતમાં ફરી એકવાર તબાહી મચાવી હતી. ઉત્તરાખંડના દેહરાદૂન સ્થિત પ્રખ્યાત પર્યટન સ્થળ સહસ્ત્રધારામાં વાદળ ફાટવાથી પૂર આવ્યું, જેના કારણે દુકાનો તણાઈ ગઈ અને ઘણા લોકો ગુમ થઈ ગયા હતા. હિમાચલ પ્રદેશના ધરમપુર, મંડી અને શિમલા જેવા વિસ્તારોમાં ભારે વરસાદથી બસ સ્ટેન્ડ ડૂબી ગયા, વાહનો તણાઈ ગયા હતા અને રસ્તાઓ બંધ થયા હતા.
Himachal Pradesh: Heavy rain wreaks havoc in Dharampur, bus stand submerged, vehicles swept away
— ANI Digital (@ani_digital) September 16, 2025
Read @ANI Story | https://t.co/gpwevBtT5a#HimachalPradesh #HeavyRainfall #Dharampur pic.twitter.com/4PWWmfRfH7
સહસ્ત્રધાર, દેહરાદૂનમાં વાદળ ફાટવાની ઘટના
દહેરાદૂનનું સહસ્ત્રધાર એક લોકપ્રિય પર્યટન સ્થળ છે, જ્યાં લોકો ગરમ પાણીના ઝરણા અને કુદરતી સૌંદર્યનો આનંદ માણવા આવે છે. પરંતુ 16 સપ્ટેમ્બર 2025ની રાત્રે વાદળ ફાટવાથી અહીં ભયંકર પૂર આવ્યું હતું. રાતોરાત ભારે વરસાદને કારણે તમસા નદીમાં પૂર આવ્યું હતું.
Uttarakhand CM Pushkar Singh Dhami inspected the disaster-affected area in Kesarwala, Maldevta area.
— ANI (@ANI) September 16, 2025
A 100-meter-long road was washed away in Maldevta, Raipur, due to the flow of water triggered by heavy rains in the Sahastradhara area of Dehradun district. pic.twitter.com/FGXfawH0GZ
નદી કિનારે આવેલી ઘણી દુકાનો પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઇ હતી. જેના કારણે લાખો રૂપિયાનો સામાન નાશ પામ્યો હતો. દહેરાદૂન-હરિદ્વાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ફન વેલી અને ઉત્તરાખંડ ડેન્ટલ કોલેજ નજીક એક પુલને નુકસાન થયું હતું. તપકેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં 1-2 ફૂટ કાદવ એકઠો થયો હતો. મંદિર વિસ્તારમાં ભારે નુકસાન થયું. દહેરાદૂનના આઇટી પાર્ક નજીક રસ્તાઓ પર વાહનો રમકડાંની જેમ તરતા જોવા મળ્યા. બે લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે, જેમની શોધ ચાલુ છે.
#WATCH | Uttarakhand: Due to the heavy rainfall since last night, the bridge near Fun Valley and Uttarakhand Dental College on the Dehradun–Haridwar National Highway has been damaged.
— ANI (@ANI) September 16, 2025
(Source: Police) pic.twitter.com/4dHTscMg7G
જિલ્લા વહીવટીતંત્રે બચાવ કામગીરી શરૂ કરી હતી. રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF), રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) અને જાહેર બાંધકામ વિભાગે JCB અને અન્ય ભારે મશીનો તૈનાત કર્યા. સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.
જિલ્લા મેજિસ્ટ્રેટ સવિન બંસલે પોતે ચાર્જ સંભાળ્યો અને વિવિધ વિભાગો સાથે સંકલન કર્યું હતું. એસડીએમ કુમકુમ જોશી રાત્રે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ભારે વરસાદને કારણે જિલ્લા મેજિસ્ટ્રેટે દેહરાદૂનમાં તમામ શાળાઓ (વર્ગ 1 થી 12) માટે રજા જાહેર કરી હતી. વહીવટીતંત્ર હાઇ એલર્ટ મોડ પર છે. ગુમ થયેલા લોકોની શોધ ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે.
ચોમાસાએ હિમાચલ પ્રદેશમાં જતા પહેલા ભારે વિનાશ કર્યો. 15-16 સપ્ટેમ્બર 2025ની રાત્રે ધરમપુર (મંડી જિલ્લો) માં વાદળ ફાટવાને કારણે સોન ખાડ નદી ઓવરફ્લો થઈ ગઈ હતી. બસ સ્ટેન્ડ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું. બસો સહિત ઘણા વાહનો તણાઈ ગયા હતા. મંડી અને આસપાસના વિસ્તારોમાં ભૂસ્ખલન અને પૂરથી વિનાશ સર્જાયો હતો. ધરમપુરમાં રાત્રિના વરસાદે એવી તબાહી મચાવી કે આખું બસ સ્ટેન્ડ પાણીમાં ડૂબી ગયું હતું. ઘણા વાહનો, ઘરો અને દુકાનોને નુકસાન થયું છે. હિમાચલમાં 493 રસ્તા બંધ કરવામાં આવ્યા, જેમાં ત્રણ નેશનલ હાઈવેનો સમાવેશ થાય છે.





















