શોધખોળ કરો
Lockdown: દિલ્હીમાં સીએમ કેજરીવાલ દરેક રિક્ષા-ટેક્સી ડ્રાઇવરોને આપશે 5000 રૂપિયા, જાણો વિગતે
દિલ્હી સરકારે એક પ્રસ્તાવ પાસ કરીને રાજ્યના દરેક રિક્ષા અને ટેક્સી ડ્રાઇવરોને 5 હજાર રૂપિયા આપવાનુ નક્કી કર્યુ છે

New Delhi, Feb 06 (ANI): Delhi Chief Minister Arvind Kejriwal speaks to media during a press conference ahead of Delhi Assembly Elections at Party office, in New Delhi on Thursday. (ANI Photo)
નવી દિલ્હીઃ કાતિલ કોરોનાથી ગરીબો અને મજૂરોની સાથે સાથે રોજ કમાઇને રોજ ખાનારા નાની આવકવાળા લોકોની સ્થિતિ ખરાબ થતી દેખાઇ રહી છે. દિલ્હીમાં આ સ્થિતિને પહોંચી વળવા અને ગરીબોની મદદે કેજરીવાલ સરકાર આવી છે. દિલ્હી સરકારે એક પ્રસ્તાવ પાસ કરીને રાજ્યના દરેક રિક્ષા અને ટેક્સી ડ્રાઇવરોને 5 હજાર રૂપિયા આપવાનુ નક્કી કર્યુ છે.
લૉકડાઉનના કારણે કેજરીવાલ સરકારે એક યોજના બનાવી છે, જે અંતર્ગત એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યના દરેક ઓટો રિક્ષા, ટેક્સી, ટેમ્પો, સ્કૂલ કેબ અને ઇ-રિક્ષા ડ્રાઇવરોને આર્થિક રીતે મદદ કરવા માટે દરેકને 5000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ રકમ બેન્ક ખાતાઓમાં સીધી ટ્રાન્સફર થશે.
દિલ્હી સરકારની આ યોજના ઉપર દિલ્હીના કેબિનેટ મંત્રી અને નઝફગઢના ધારાસભ્ય કૈલાશ ગેહલોતે ટ્વીટ પણ કર્યુ હતુ. દિલ્હીમાં કોરોનાએ કહેર મચાવતા 14 લોકોના જીવ લઇ લીધા છે, જ્યારે સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો છે.
લૉકડાઉનના કારણે કેજરીવાલ સરકારે એક યોજના બનાવી છે, જે અંતર્ગત એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યના દરેક ઓટો રિક્ષા, ટેક્સી, ટેમ્પો, સ્કૂલ કેબ અને ઇ-રિક્ષા ડ્રાઇવરોને આર્થિક રીતે મદદ કરવા માટે દરેકને 5000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ રકમ બેન્ક ખાતાઓમાં સીધી ટ્રાન્સફર થશે.
દિલ્હી સરકારની આ યોજના ઉપર દિલ્હીના કેબિનેટ મંત્રી અને નઝફગઢના ધારાસભ્ય કૈલાશ ગેહલોતે ટ્વીટ પણ કર્યુ હતુ. દિલ્હીમાં કોરોનાએ કહેર મચાવતા 14 લોકોના જીવ લઇ લીધા છે, જ્યારે સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો છે. વધુ વાંચો