શોધખોળ કરો

Welfare Fees: સ્વિગી,ઝોમેટો, ઉબેરની સર્વિસ થઇ શકે છે વધુ મોંઘી,કંપનીઓને ચૂકવવી પડી શકે છે વેલફેર ફીસ

Gig Workers: સ્વિગી, ઝોમેટો, એમેઝોન, ફ્લિપકાર્ટ, ઉબેર, ઓલા અને મીશો જેવી મોટી કંપનીઓ મોટા પાયે ગીગ વર્કર્સને નોકરીઓ પૂરી પાડવામાં સામેલ છે. હવે આ કંપનીઓ પાસેથી ગીગ વર્કર્સના નામે વેલફેર ફી વસૂલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે

Gig Workers: ફૂડટેક અને ઓનલાઈન શોપિંગ જેવી કંપનીઓએ દેશમાં લાખો લોકોને ડિલિવરી પાર્ટનર તરીકે રોજગારી પૂરી પાડી છે. તેઓને ગીગ વર્કર્સ પણ કહેવામાં આવે છે. સ્વિગી, ઝોમેટો, એમેઝોન, ફ્લિપકાર્ટ, ઉબેર, ઓલા અને મીશો જેવી મોટી કંપનીઓ મોટા પાયે ગીગ વર્કર્સને નોકરીઓ પૂરી પાડવામાં સામેલ છે. હવે આ કંપનીઓ પાસેથી ગીગ વર્કર્સના નામે વેલફેર ફી વસૂલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો આ નિર્ણય લેવામાં આવે તો આ કંપનીઓ આ ફીનો બોજ ગ્રાહકો પર નાખી શકે છે.

આ એગ્રીગેટર પ્લેટફોર્મ પર 1 થી 2 ટકા ફી વસૂલવામાં આવી શકે છે

વાસ્તવમાં આ તૈયારી કર્ણાટકમાં થઈ રહી છે. કર્ણાટક સરકારે ગીગ વર્કર્સ (સામાજિક સુરક્ષા અને કલ્યાણ) બિલ, 2024 તૈયાર કર્યું છે. સૂત્રોને ટાંકીને, બિઝનેસ સ્ટાન્ડર્ડ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર આ કાયદા હેઠળ આ એગ્રીગેટર પ્લેટફોર્મ પર 1 થી 2 ટકા ફી લાદી શકે છે. આગામી સપ્તાહે યોજાનારી સમિતિ સ્તરની બેઠક બાદ આ અંગેની જાહેરાત થઈ શકે છે. હાલમાં આ મુદ્દે કોઈ કંપનીએ કંઈ કહ્યું નથી. દરેક કંપની જેમાં ગીગ વર્કર્સ કામ કરે છે તે આ નિયમના દાયરામાં આવશે.

ગિગ વર્કર્સ સોશિયલ સિક્યોરિટી અને વેલફેર ફંડમાં પૈસા આપવાના રહેશે

ડ્રાફ્ટ બિલ અનુસાર રાજ્ય સરકાર ગીગ વર્કર્સ માટે ફંડ બનાવશે. તે કર્ણાટક ગીગ વર્કર્સ સામાજિક સુરક્ષા અને કલ્યાણ ફંડ તરીકે ઓળખાશે. આ ફંડ માટે તમામ એગ્રીગેટર કંપનીઓ પાસેથી વેલફેર ફી વસૂલવામાં આવશે. ડ્રાફ્ટ બિલ અનુસાર, દરેક કંપનીએ આ ફી ક્વાર્ટરના અંતે સરકારને ચૂકવવાની રહેશે.

વિરોધમાં આવ્યા ઘણા સ્ટાર્ટઅપ, કહ્યું- નાણાકીય બોજ વધશે

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘણા સ્ટાર્ટઅપ્સ અને યુનિકોર્નના જૂથે આ બિલને લઈને ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે સરકારને કહ્યું હતું કે, આવા કાયદાથી રાજ્યમાં બિઝનેસ કરવાની સરળતાના વિચારને નુકસાન થશે. આનાથી સ્ટાર્ટઅપ અર્થતંત્ર પર બિનજરૂરી દબાણ આવશે અને નાણાકીય બોજ પણ વધશે. આ જૂથે CII, Nasscom અને IAMAI દ્વારા સરકાર સમક્ષ પોતાનો વિરોધ નોંધાવ્યો છે.                  

આ પણ વાંચો 

IT sector: ફ્રેશર્સને આઇટી સેક્ટરમાં મળશે હજારો નોકરીઓ, કંપનીઓની યોજના તૈયાર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કોણ છે નાવ્યા હરિદાસ? વાયનાડ પેટા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી સામે ભાજપે આપી ટિકિટ
કોણ છે નાવ્યા હરિદાસ? વાયનાડ પેટા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી સામે ભાજપે આપી ટિકિટ
રાજ્યમાં વરસાદે આજે આ જિલ્લામાં ધબધબાટી બોલાવી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે નુકસાનની શક્યતા
રાજ્યમાં વરસાદે આજે આ જિલ્લામાં ધબધબાટી બોલાવી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે નુકસાનની શક્યતા
Amreli : લાઠીના આંબરડીમાં વીજળી પડતા 5 લોકોના મોત
Amreli : લાઠીના આંબરડીમાં વીજળી પડતા 5 લોકોના મોત
IND vs NZ: બેંગલુરુમાં ફ્લોપ થયા બાદ ફરી ટ્રોલ થયો KL રાહુલ, વાંચો શું કહી રહ્યા છે સોશિયલ મીડિયા યુઝર્સ
IND vs NZ: બેંગલુરુમાં ફ્લોપ થયા બાદ ફરી ટ્રોલ થયો KL રાહુલ, વાંચો શું કહી રહ્યા છે સોશિયલ મીડિયા યુઝર્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction: રેઇનકોટ હજી હાથવગો રાખજો, દિવાળી સુધી આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશેAhmedabad Rain: અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ,  રોડ પર પાણી ભરાતા લોકો પરેશાનAhmedabad News: અમરાઈવાડીમાં અસામાજિક તત્વોનો ઉત્પાત, વાહનોમાં તોડફોડ કરતા સ્થાનિકોમાં ભયનો માહોલPorbandar News | પોરબંદર ભાજપના નેતા લક્ષ્મણ ઓડેદરા સામે ફરિયાદ, શું છે આખો મામલો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોણ છે નાવ્યા હરિદાસ? વાયનાડ પેટા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી સામે ભાજપે આપી ટિકિટ
કોણ છે નાવ્યા હરિદાસ? વાયનાડ પેટા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી સામે ભાજપે આપી ટિકિટ
રાજ્યમાં વરસાદે આજે આ જિલ્લામાં ધબધબાટી બોલાવી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે નુકસાનની શક્યતા
રાજ્યમાં વરસાદે આજે આ જિલ્લામાં ધબધબાટી બોલાવી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે નુકસાનની શક્યતા
Amreli : લાઠીના આંબરડીમાં વીજળી પડતા 5 લોકોના મોત
Amreli : લાઠીના આંબરડીમાં વીજળી પડતા 5 લોકોના મોત
IND vs NZ: બેંગલુરુમાં ફ્લોપ થયા બાદ ફરી ટ્રોલ થયો KL રાહુલ, વાંચો શું કહી રહ્યા છે સોશિયલ મીડિયા યુઝર્સ
IND vs NZ: બેંગલુરુમાં ફ્લોપ થયા બાદ ફરી ટ્રોલ થયો KL રાહુલ, વાંચો શું કહી રહ્યા છે સોશિયલ મીડિયા યુઝર્સ
સુપરહિટ છે આ સરકારી યોજના... એક વાર પૈસા રોકો, દર મહિને 20,000 રૂપિયાથી વધુની રકમ મળશે!
સુપરહિટ છે આ સરકારી યોજના... એક વાર પૈસા રોકો, દર મહિને 20,000 રૂપિયાથી વધુની રકમ મળશે!
હજુ રેઈનકોટ મુકતા નહીં, દિવાળી સુધી આ વિસ્તારમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી
હજુ રેઈનકોટ મુકતા નહીં, દિવાળી સુધી આ વિસ્તારમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી
ઝારખંડ માટે ભાજપે 66 ઉમેદવારોની યાદી જાહેર કરી, સીતા સોરેનને અહીંથી આપી ટિકિટ
ઝારખંડ માટે ભાજપે 66 ઉમેદવારોની યાદી જાહેર કરી, સીતા સોરેનને અહીંથી આપી ટિકિટ
શું જમ્મુ કાશ્મીરને મળશે પૂર્ણ રાજ્યનો દરજ્જો? LG મનોજ સિન્હાએ લીધો આ નિર્ણય
શું જમ્મુ કાશ્મીરને મળશે પૂર્ણ રાજ્યનો દરજ્જો? LG મનોજ સિન્હાએ લીધો આ નિર્ણય
Embed widget