શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીર પર કૉંગ્રેસમાં મંથન, પૂર્વ PM મનમોહનસિંહના ઘરે યોજાઈ બેઠક
આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરનાં દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતાં. આ સિવાય રાજ્યની સામાજિક અને રાજકિય સ્થિતિ પર તેમજ ત્રણેય ક્ષેત્રોને લઇને સર્જાયેલા તમામ મુદ્દાઓ પર પણ વાત કરવામાં આવી હતી.
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવાના મોદી સરકારના ઐતિહાસિક નિર્ણય બાદ સંસદથી લઇને વિપક્ષી પાર્ટીઓમાં હડકંપ મચી ગઈ છે. પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહની અધ્યક્ષતામાં તેમના આવાસ પર મંગળવારે જમ્મુ-કાશ્મીર પોલિસી ગૃપની બેઠક યોજાઈ હતી. જેમાં જમ્મુ-કાશ્મીરની વર્તમાન સ્થિતિને લઈને ચર્ચા થઈ હતી. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરનાં દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતાં. આ સિવાય રાજ્યની સામાજિક અને રાજકિય સ્થિતિ પર તેમજ ત્રણેય ક્ષેત્રોને લઇને સર્જાયેલા તમામ મુદ્દાઓ પર પણ વાત કરી હતી. આ પહેલા આર્ટિકલ 370 અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલને પર સંસદમાં કોંગ્રેસ અને ભાજપનાં નેતાઓ વચ્ચે આકરી ચર્ચા થઈ હતી. કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું કે, તમે કહો છો કે કાશ્મીર આંતરિક મુદ્દો છે. પરંતુ 1948થી સંયુક્ત રાષ્ટ્ર સંઘ આ મામલાને મોનીટર કરી રહ્યું છે. એવામાં આ આંતરિક મામલો કઈ રીતે હોઈ શકે.? અમે શિમલા કરાર અને લાહૌરની ઘોષણા કરી હતી. શું આ આંતરિક મુદ્દો હતો કે દ્વિપક્ષીય? આ નિવેદન પર ગૃહમંત્રી અમિત શાહ ભડકી ઉઠ્યા હતા. તેઓએ કહ્યું કે કાશ્મીર આપણું છે અને pOk પણ, જરૂર પડી તો તેના માટે જીવ પણ આપી દઈશું
વધુ વાંચો





















