શોધખોળ કરો

કોગ્રેસ સાંસદ અધીર રંજને કહ્યુ- કાશ્મીર ભારતનો આંતરિક મામલો નથી, POK પર એક્શન નહી લઇ શકે ભારત

કોગ્રેસ સાંસદે વિદેશ મંત્રી એસ.જયશંકરને પૂછ્યું કે તમે દાવાની સાથે કહી શકો છો કે કાશ્મીર ઇન્ટરનનલ મામલો છે? કાશ્મીર કોઇ આંતરિક મામલો નથી. ચીન-પાકિસ્તાન કોરિડોર અંગે તમે શું કર્યું?

નવી દિલ્હીઃ લોકસભામાં કોગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ કાશ્મીર પર આપેલા નિવેદનને કારણે વિવાદ ઉભો થયો છે. કોગ્રેસ સાંસદે કહ્યું કે, કાશ્મીર ભારતનો આંતરિક મામલો નથી. તેમણે કાશ્મીરમાં આર્ટિકલ 370ને હટાવ્યાના પ્રસ્તાવ પર લોકસભામાં થયેલી ચર્ચા દરમિયાન આ વાત કરી હતી. અધીર રંજનના નિવેદનની કેન્દ્ર સરકાર અને ભાજપના નેતાઓએ ટીકા કરી હતી. સોશિયલ મીડિયા પર પણ તેમની ખૂબ ટીકા કરવામાં આવી હતી. કોગ્રેસ સાંસદે વિદેશ મંત્રી એસ.જયશંકરને પૂછ્યું કે હું વિદેશ મંત્રીને પૂછવા માંગું છું કે તમે દાવાની સાથે કહી શકો છો કે કાશ્મીર ઇન્ટરનનલ મામલો છે? કાશ્મીર કોઇ આંતરિક મામલો નથી. ચીન-પાકિસ્તાન કોરિડોર અંગે તમે શું કર્યું? અધીર રંજન ચૌધરીએ બુધવારે પીઓકેએ ભારતમાં ભેળવવાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, પીઓકે પર ભારત તરફથી કોઇ કાર્યવાહી થઇ તો ચીન ચૂપ નહી બેસે. હવે ભારત પીઓકેમાં કાંઇ કરી શકે નહીં. ચીન જ્યારે પીઓકેમાં ઘૂસવા લાગ્યું તો પીઓકે પાકિસ્તાનના કબજામાં ચાલ્યું ગયું. હવે તમે કાંઇ કરી શકતા નથી. પીઓકેમાં કાંઇ કરવા જશો તો તમારે ચીન સાથે ટકરાવું પડશે. શું તમે તૈયાર છો? શું તમે પાકિસ્તાન અને ચીન સામે એકસાથે ટકરાવવા માટે તૈયાર છો? જો તૈયાર હોય તો પીઓકે પર કબજો કેમ કરતા નથી? અધીર રંજને આર્મી ચીફને લઇને કહ્યું કે, જો સંસદ અમને મંજૂરી આપશે તો અમે પીઓકે પર કબજો કરી લઇશું. 1994માં આ સંસદે સર્વસંમતિથી પ્રસ્તાવ પાસ કર્યો હતો કે પીઓકેને પોતાના કબજામાં લેવું જોઇએ. આજે પણ સરકાર તરફથી બીજો પ્રસ્તાવ લાવવામાં આવશે કે પીઓકેને પોતાના કબજામાં લઇ લો. તો શું  તમારામાં હિંમત છે. તેમણે કહ્યું કે, પીઓકેમાં કાર્યવાહી કરવાનો અર્થ છે ચીન સામે દુશ્મની કરી લેવી. હાલમાં ચીન-પાકિસ્તાન કોરિડોર બની રહ્યો છે. આ કોરિડોર ગ્વાદર પોર્ટ સુધી જશે. આપણી ઇસ્ટર્ન ફ્રંટની સિક્યોરિટી ખત્મ થઇ જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget