પૂર્વ CM દિગ્વિજય સિંહ સહિત 6 લોકોને કોર્ટ સંભળાવી 1-1 વર્ષની સજા, 11 જુનો છે આ કેસ
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં વર્ષ 2011માં ભારતીય જનતા યુવા મોરચા (ભાજયમો)ના પ્રદર્શનકારી કાર્યકર્તા સાથેની અથડામણ મામલા પૂર્વ CM દિગ્વિજય સિંહ સહિત 6 લોકોને કોર્ટ સંભળાવી
ઇન્દોરઃ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં વર્ષ 2011માં ભારતીય જનતા યુવા મોરચા (ભાજયમો)ના પ્રદર્શનકારી કાર્યકર્તા સાથેની અથડામણ મામલામાં ઇન્દોરની વિશેષ અદાલતે મધ્યપ્રદેશના પૂર્વ સીએમ અને કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ દિગ્વિજય સિંહ સહિત 6 લોકોને શનિવારે એક-એક વર્ષની સશ્રમ કારાવાસની સજા સંભળાવી છે.
કોર્ટ તમામ છ દોષીઓ પર પાંચ-પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. વિશેષ ન્યાયાધીશ મુકેશ નાથે દિગ્વિજય સિંહ અને ઉજ્જૈનના પૂર્વ લોકસભા સાંસદ પ્રેમચંદ ગુડ્ડુને ભારતીય દંડ સંહિતા (આઇપીસી)ની કલમ 325 (જાણીજોઇને ગંભીર ઇજા પહોંચાડવી) અને કલમ 109 (બીજા લોકો મારામારી માટે ઉકસાવવા) અંતર્ગત દોષી ઠેરવવામાં આવ્યા, જ્યારે અન્ય ચાર વ્યક્તિ-અનંત નારાયણ, જય સિંહ દરબાર, અસલમ લાલા અને દિલીપ ચૌધરીને કલમ 325 અંતર્ગત દોષી કરાર આપવામાં આવ્યા.
જનપ્રતિનિધિઓની સુનાવણી માટે રચાયેલી વિશેષ કોર્ટ ઇન્દોરમાં આજે આ મામલે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ, પૂર્વ સાંસદ પ્રેમચંદ ગુડ્ડૂ સહિત 6 આરોપીઓને સજા સંભળાવવામાં આવી, જ્યારે 3 આરોપીઓને પૂરાવાના અભાવમાં કોર્ટે નિર્દોષ જાહેર કરી દીધા. પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ, પ્રેમચંદ ગુડ્ડૂ સહિત તમામ છ આરોપીઓને કોર્ટમાં પાંચ પાંચ હજારનો દંડ ભરાવીને 25-25 હજારના જામીન આપી દીધા.
આ પણ વાંચો.......
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ 6 મહિના લંબાવાઈ