શોધખોળ કરો

Birbhum Violence: બિરભુમ હિંસા મુદ્દે કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું, ‘બંગાળમાં દાનવરાજ’

Birbhum Violence: બંગાળ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજને  વધુમાં કહ્યું કે, આ મધ્યયુગીન બર્બરતાનું જીવંત ઉદાહરણ છે. અહીં 'માનવ રાજ' નથી પણ 'દાનવ રાજ' છે.

West Bengal : પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના રામપુરહાટના બોગતુઈ ગામમાં ત્રણ મહિલાઓ અને બે બાળકો સહિત આઠ લોકોને જીવતા સળગાવી દેવાના મામલામાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીને બોગતુઈ ગામમાં જતા અટકાવવામાં આવ્યા હતા. તેમણે આ મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લખેલા પત્રમાં રાજ્યમાં કલમ 355 લાગુ કરવાની સાથે અધીર રંજને કોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઈ તપાસની માંગ કરી છે.

મમતા  બેનર્જી પીકનીક પર આવ્યાં હતા : અધીર રંજન
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધતા અધીર રંજને કહ્યું કે, બંગાળના સીએમ અહીં પિકનિક માટે આવ્યા હતા. તે હેલિકોપ્ટર દ્વારા આવ્યાં, મીટિંગ કરી, ભોજન લીધું અને ચાલ્યા ગયા. તેણે સ્થાનિક લોકોની વાત સાંભળવી જોઈતી હતી.

બંગાળમાં 'માનવ રાજ' નથી પણ 'દાનવ રાજ'
બંગાળ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજને  વધુમાં કહ્યું કે, આ મધ્યયુગીન બર્બરતાનું જીવંત ઉદાહરણ છે. અહીં 'માનવ રાજ' નથી પણ 'દાનવ રાજ' છે. મુખ્યમંત્રીએ રાજ્યને બરબાદ કરી નાખ્યું છે. પોલીસ અને ટીએમસીની મિલીભગતથી રાજ્યને લૂંટવામાં આવી રહ્યું છે. બંગાળ જેવી સ્થિતિ અન્ય કોઈ રાજ્યમાં નથી.

12 ઘરોને આગ લગાડવામાં આવી,  8 લોકો જીવતા સળગી ગયા 
મંગળવારે વહેલી સવારે રામપુરહાટના બોગાતુઈ ગામમાં લગભગ એક ડઝન ઘરોમાં આગ લગાડવામાં આવતા બે બાળકો સહિત કુલ આઠ લોકોના મોત થયા હતા. સોમવારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પંચાયત-સ્તરના નેતાની કથિત હત્યાના કલાકોમાં આ ઘટના બની હતી.

અત્યાર સુધીમાં 20 લોકોની ધરપકડ 
તૃણમૂલ કોંગ્રેસના નેતાની હત્યા બાદ રામપુરહાટ શહેરની બહારના બોગાતુઈ ગામમાં લગભગ એક ડઝન ઘરોને કથિત રીતે સળગાવી દેવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકોએ પોતાના નેતાની હત્યાનો બદલો લેવા ઘરોને આગ લગાવી દીધી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
આવતીકાલનું હવામાન: 13 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 13 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 
IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ ઈરાન પર ફરી શરૂ કર્યા હવાઈ હુમલા, બંદર અબ્બાસ, કેશમ ટાપુ પર વરસાવ્યા બોમ્બ
અમેરિકાએ ઈરાન પર ફરી શરૂ કર્યા હવાઈ હુમલા, બંદર અબ્બાસ, કેશમ ટાપુ પર વરસાવ્યા બોમ્બ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું
FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Embed widget