શોધખોળ કરો
Advertisement
PM મોદીના વખાણ કરવા શશી થરૂરને પડ્યા ભારે, કૉંગ્રેસે ફટકારી નોટીસ
કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને કેરલના થિરૂવનંતપુરમથી સાંસદ શશિ થરૂરની મુશ્કેલીમાં વધારો થયો છે. પીએમ મોદીના વખાણ કરતા કૉંગ્રેસે તેમને નોટીસ આપી છે.
નવી દિલ્હી: કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને કેરલના થિરૂવનંતપુરમથી સાંસદ શશિ થરૂરની મુશ્કેલીમાં વધારો થયો છે. પીએમ મોદીના વખાણ કરતા કૉંગ્રેસે તેમને નોટીસ આપી છે. શશી થરૂરે કહ્યુ હતુ કે, 'હું છેલ્લા છ વર્ષથી કહું છું કે, જ્યારે પીએમ મોદી કોઈ સારૂ કામ કરે તો તેમા વખાણ કરવા જોઈએ. એવુ કર્યા પછી જો તેમની કોઈ ભૂલની આપણે ટીકા કરીશું તો લોકોમાં આપણી વિશ્વસનિયતા વધશે. હું એ લોકોનુ સ્વાગત કરૂં છું જે મારી આ વાતના સમર્થનમાં છે.'
કોંગ્રેસે શશી થરૂર પાસે આ નિવેદન બદલ ખુલાસો માંગ્યો છે. કોંગ્રેસના કેરલા પ્રમુખ મુલાપલ્લી રામચંદ્રને કહ્યુ હતુ કે, થરૂર પાસે અમે પીએમ મોદીના વખાણ કરવા બદલ સ્પષ્ટતા માંગી છે. એ પછી ભવિષ્યમાં તેમની સામે શું કાર્યવાહી કરવી તેનો નિર્ણય લેવાશે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં બીજા બે વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ જયરામ રમેશ અને અભિષેક મનુ સિંઘવીએ પણ ક્હયુ હતુ કે, દરેક વખતે મોદીને નિશાન બનાવીને ટિકા કરવી યોગ્ય નથી. તેમણે લીધેલા કેટલાક સારા નિર્ણયોની પણ વાત થવી જોઈએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
Advertisement