Corona Cases India: 118 દિવસ બાદ દેશમાં કોરોનાના નવા 31,443 કેસ આવ્યા, એક જ દિવસમાં 2020 મોત
ગઈકાલે 17,40,325 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 43,40,58,138 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત 16મા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 31,443 નવા કેસ નોંધાયા હતા અને 49007 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી, જ્યારે 2020 લોકોના મોત થયા હતા. દેશનો રિકવરી રેટ વધીને 97.22 ટકા પર પહોંચ્યો છે.
દેશમાં કોરોના વાયરસની સ્થિતિ
કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 9 લાખ 7 હજાર 282
કુલ ડિસ્ચાર્જ - ત્રણ કરોડ 63 હજાર 720
કુલ એક્ટિવ કેસ - 4 લાખ 32 હજાર 778
કુલ મોત - 4 લાખ 10 હજાર 784
ગઈકાલે 17,40,325 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 43,40,58,138 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં કુલ 38,14,67,646 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 40,65,862 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
કોરોનાથી કુલ મોતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે
દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ દર 1.23 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 97 ટકાથી વધારે છે. એક્ટિવ કેસનો દર ઘટીને 3 ટકાથી ઓછો થયો છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.
ગુજરાતમાં કોરોના કેસ
ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના 32 કેસ નોંધાયા છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં ગઈકાલે 161 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 801 છે. જે પૈકી 07 દર્દી વેન્ટીલેટર પર છે.
રાજ્યમાં ગઈકાલે નવા 32 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 161 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 8,13,399 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.68 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં 2,54,759 દર્દીઓનું એક જ દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું છે.
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 9, સુરત કોર્પોરેશનમાં 3, ભરુચ 2, કચ્છ 2, રાજકોટ કોર્પોરેશન 2, વડોદરા 2, અમરેલી 1, છોટા ઉદેપુર 1, દાહોદ 1, ગાંધીનગર 1, ગીર સોમનાથ 1, જામનગર 1, જામનગર કોર્પોરેશન 1, જૂનાગઢ 1, મહેસાણા 1, સુરત 1, વડોદરા કોર્પોરેશન 1, વલસાડ 1 કેસ નોંધાયો છે.
રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 171 લોકોને પ્રથમ ડોઝ અને 10277 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 42235 લોકોને પ્રથમ અને 69589 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના 1,26,017 લોકોને રસીનો પ્રથમ અને 6470 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે.
રાજ્યમાં કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો છે. નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યના એક પણ જિલ્લા કે શહેરમાં કોરોનાને ડબલ ડિજિટમાં કેસ નથી. 24 કલાકમાં 32 નવા કેસ નોંધાયા છે અને આણંદ જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે.
રાજ્યમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 10074 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8, 13, 399 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 931 એક્ટિવ કેસ છે, જેમાંથી 7 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 794 દર્દીની હાલત સ્થિર છે.