શોધખોળ કરો
Advertisement
Corona Cases India Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ ? જાણો વિગત
દેશમાં છેલ્લા 24 કલાકમાં 18 હજારથી વધારે કેસ નોંધાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં 1,94,97,704 લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચુકી છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાને નાથવા રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે તેમ છતાં છેલ્લા થોડા દિવસોથી દેશમાં કોરોનાનું સંક્રમણ વેગ પકડી રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 18 હજારથી વધારે કેસ નોંધાયા હતા. દેશમાં ઘણા દિવસો બાદ 18 હજારથી વધુ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમા છેલ્લા 24 કલાકમાં 18,237 નવા કેસ નોંધાયા છે. જ્યારે 108 લોકોના મોત થયા હતા અને 14,234 લોકોને ડિસ્ચાર્જ કરાયા હતા. આ સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,11,92,088 પર પહોંચી છે. કુલ 1,08,54,128 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,57,656 પર પહોંચ્યો છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,80,304 છે.
દેશમાં અત્યાર સુધીમાં 1,94,97,704 લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચુકી છે. ધર્મગુરુ દલાઇ લામાએ પણ આજે ધર્મશાળાની ઝોનલ હોસ્પિટલમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.
મહારાષ્ટ્રમાં કોરોના મહામારી ઝડપથી વધી રહીછે. શુક્રવારે કોરોના સંક્રમણના 10,216 નવા કેસ નોંધાયા છે. છેલ્લા આશરે પાંચ મહિના બાદ એક દિવસમાં સંક્રમણના આ કેસ સૌથી વધુ છે. રાજ્યમાં મહામારીમાં કેસની કુલ સંખ્યા 21 લાખ 98 હજાર 399 થઈ ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion