શોધખોળ કરો
Advertisement
કોરોનાને કારણે ભારતના કયા ત્રણ રાજ્યોમાં થયા સૌથી વધુ મોત, 9 એવા રાજ્યો જ્યાં નથી થયું એક પણ મોત
દેશના 33 રાજ્યોમાં અત્યાર સુધી 85940 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાં 6 રાજ્યો એવા છે જ્યાં 100થી વધારે મોત નિપજ્યાં છે.
નવી દિલ્હી: દેશમાં લોકોને હવે કોરોનાની સાથે રહેવાની આદત પાડવી પડશે. કારણ કે કોરોના વાયરસના કેસ છેલ્લા 50 દિવસથી વધી રહ્યાં છે. અત્યાર સુધી 2752 લોકોના મોત નિપજ્યાં છે. કોરોનાને કારણે સૌથી વધુ મૃત્યુ મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળમાં થયા છે. આ ચાર રાજ્યમાં કોરોનાથી 78 ટકા લોકોનાં મોત નિપજ્યાં છે.
એવા રાજ્યો જ્યાં સૌથી વધારે મોત થયા
મહારાષ્ટ્ર - 1068 મોત
ગુજરાત - 606 મોત
મધ્ય પ્રદેશ - 239 મોત
પશ્ચિમ બંગાળ - 225 મોત
રાજસ્થાન - 125 મોત
દિલ્હી - 123 મોત
દેશના 33 રાજ્યોમાં અત્યાર સુધી 85940 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાં 6 રાજ્યો એવા છે જ્યાં 100થી વધારે મોત નિપજ્યાં છે. 18 રાજ્યો એવા છે જ્યાં 100થી ઓછા લોકોનાં મોત નિપજ્યાં છે. સારી વાત એ છે કે, ઘણાં રાજ્યો એવા છે જ્યાં કોરોનાના કેસ છે પણ એક પણ મોત નિપજ્યું નથી. 9 રાજ્યોમાં કોરોનાથી એક પણ મોત થયું નથી.
એવા રાજ્યો જ્યાં સૌથી વધારે કોરોનાના કેસ
મહારાષ્ટ્ર - 29100 કેસ
તમિલનાડુ -10108 કેસ
ગુજરાત - 9931 કેસ
દિલ્હી - 8895 કેસ
રાજસ્થાન - 4727 કેસ
મધ્ય પ્રદેશ - 4595
ઉત્તર પ્રદેશ - 4057
પશ્ચિમ બંગાળ - 2461
આંધ્ર પ્રદેશ -2307
પંજાબ - 1935
કોરોના મુક્ત રાજ્ય
આ વાત સાચી છે કે કોરોના વાયરસ સમગ્ર દેશમાં ફેલાઈ ગયો છે પરંતુ નાગાલેન્ડ અને સિક્કીમ એવા રાજ્ય છે જ્યાં એક પણ કોરોનાના દર્દીઓ જોવા મળ્યાં નથી. આ સિવાય ત્રણ એવા રાજ્ય છે જ્યાં 100 ટકા રિકવરી રેટ જોવા મળ્યો છે. એટલે જેટલા લોકો કોરોના સંક્રમિત હતા તે તમામ લોકો સાજા થઈ ગયા અને તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા હતા.
આંદમાન અને નિકોબારમાં 33 કોરોનાથી સંક્રમિત હતા તે તમામ હવે સ્વસ્થ થઈ ગયા છે. અરૂણાચલ પ્રદેશમાં અત્યાર સુધી ફક્ત એક જ દર્દી કોરોના પોઝિટિવ છે તે પણ સાજો થઈ ગયો છે. મિઝોરમમાં પણ એક જ વ્યક્તિને કોરોના થયો હતો અને તે પણ સાજો થઈ ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement