શોધખોળ કરો
Coronavirus Updates: દેશમાં સંક્રમિતોની સંખ્યા 7500ને પાર, અત્યાર સુધી 242નાં મોત
દેશમાં છેલ્લા 24 કલાકમાં 1035 નવા કેસ નોંધાયા છે. જ્યારે 40નાં મોત થયા છે.

પ્રતિકાત્મક તસ્વીર
નવ દિલ્હી: કોરોના સંકટને લઈ દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનનો આજો 18મોં દિવસ છે, પરંતુ સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં અત્યાર સુધી કુલ સંક્રમિત લોકોની સંખ્યા 7529 થઈ ગઈ છે. અને મૃતકોની સંખ્યા વધીને 242થઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 642 લોકો સાજા થયા છે, છેલ્લા 24 કલાકમાં 1035 નવા કેસ નોંધાયા છે. જ્યારે 40નાં મોત થયા છે.
લવ અગ્રવાલે જણાવ્યું કે, કોવિડ-19થી બચવા માટે ભારતે ઝડપથી તૈયારી કરી છે. દેશમાં 586 COVID-19 માટેની હોસ્પિટલ છે અને એક લાખથી વધુ આઈસોલેશન બેડ અને 11,500 આઈસીયુ બેડ છે.
સંક્રમણના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. અહીં સંક્રમિતોની સંખ્યા 1800ને પાર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 110 લોકોના મોત થઈ ચૂક્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાના અનુસાર, કોવિડ-19થી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 110 લોકોનાં મોત થયા છે. મધ્યપ્રદેશમાં-33, ગુજરાતમાં 19, તેલંગણામાં 7, દિલ્હીમાં 13, પંજાબમાં 11, પશ્ચિમ બંગાળ 5, કર્ણાટકમાં 6, ઉત્તર પ્રદેશ 4, કેરળ-2, જમ્મુ-કાશ્મીરમાં 4, આંધ્રપ્રદેશ 6, બિહાર 1, હિમાચલ પ્રદેશ 1 અને તમિલનાડુમાં 8નાં મોત થયા છે.
ક્યા રાજ્યમાં કેટલા કોરોના પોઝિટિવ કેસ ?

વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement