શોધખોળ કરો

ભારતમાં ક્યારથી કોરોનાનો ખતરો ટળશે અને સ્થિતિ સામાન્ય થશે ? જાણો મોટા સમાચાર

દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો આવી રહ્યો છે. ભારતમાં એક સમયે દરરોજ 90 હજારની આસપાસ કેસ સામે આવી રહ્યાં હતા. હવે દરરોજ કોરોના કેસ ઘટીને સરેરાશ 30 હજારની આસપાસ આવી રહ્યા છે.

નવી દિલ્હીઃ કોરોના મહામારી સામે લડવા ભારત સહિત અનેક દેશો રસી બનાવી રહ્યા છે. ભારતની ઘણી કંપનીઓ ત્રીજા તબક્કાનું રસી પરીક્ષણ કરી રહી છે. કોરોના કાળ શરૂ થયો ત્યારથી તમામ લોકોની નજર ક્યારથી સામાન્ય જિંદગી જીવી શકાશે તેની ચર્ચા કરી રહ્યા છે. સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ આનો જવાબ આપ્યો છે. એક કાર્યક્રમમાં બોલતાં પૂનાવાલાએ કહ્યું, રસીકરણ અભિયાન જાન્યુઆરી 2021થી શરૂ થશે. અમને અમારી રસીના ઇમરજન્સી ઉપયોગ માટે ચાલુ મહિનાના અંત સુધીમાં ભારતમાં મંજૂરી મળી જવાની આશા છે.  આ મહિનાના અંત સુધીમાં ઇમરજન્સીનું લાયસન્સ મળી જશે પરંતુ બહોળા વપરાશ માટેનું લાયસન્સ મોડું આવશે. તેમણે કહ્યું, એક વખત વેક્સિનેશન ડ્રાઇવ શરૂ થયા બાદ સપ્ટેમ્બર-ઓક્ટોબરથી સ્થિતિ સામાન્ય થઈ શકે છે. એક વખત 20 ટકા ભારતીયોને રસી લાગી ગયા બાદ અમને આવતા વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરથી નોર્મલ લાઇફ ફરીથી પાટા પર આવશે તેવો આશાવાદ છે. આ પછી દરેકને સરળતાથી રસી મળી રહેશે અને સામાન્ય જીંદગી પાટા પર ચડી શકશે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો આવી રહ્યો છે.  ભારતમાં એક સમયે દરરોજ 90 હજારની આસપાસ કેસ સામે આવી રહ્યાં હતા. હવે દરરોજ કોરોના કેસ ઘટીને સરેરાશ 30 હજારની આસપાસ આવી રહ્યા છે. જો કે કોરોનાનો ખતરો હજુ ખતમ થયો નથી. દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 98 લાખને પાર પહોંચી ગઈ છે. 14 દિવસથી સતત 40 હજારથી ઓછા કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 30,254 નવા સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે. જ્યારે 391 લોકોના મોત થયા છે. જો કે, સારા સમાચાર એ છે કે, છેલ્લા 24 કલાકમાં 33,136 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોના કેસ ભારતમાં અમેરિકા અને બ્રાઝીલ બાદ સૌથી વધુ છે, જ્યારે મોત મામલે દુનિયામાં આઠમાં નંબરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget