શોધખોળ કરો
કેરળમાં કોરોનાનો કહેર, રાજકીય કટોકટી કરાઈ જાહેર, તમામ જિલ્લામાં એલર્ટ
તમામ જિલ્લાઓમાં આ બાબતમાં પ્રભાવી પગલાઓ ઉઠાવવા માટે આદેશ આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું સરકાર એ લોકોની યાદી બનાવી રહી છે જેઓ વુહાનથી પરત ફર્યા છે.

નવી દિલ્હી: કેરળ સરકારે કોરોના વાયરસને લઈને પ્રદેશમાં રાજકીય કટોકટી જાહેર કરી છે. પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ સોમવારે સાંજે કહ્યું કે મુખ્યમંત્રી પિનારઈ વિજયનના નિર્દેશ પર તેની જાહેરાત કરવામાં આવી છે. અલપુઝા એનઆઈવીમાં આ બીમારીની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.
તમામ જિલ્લાઓમાં આ બાબતમાં પ્રભાવી પગલાઓ ઉઠાવવા માટે આદેશ આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું સરકાર એ લોકોની યાદી બનાવી રહી છે જેઓ વુહાનથી પરત ફર્યા છે. તેના માટે ઈમીગ્રેશન ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવાની તૈયારીઓ છે. દરેક શંકાસ્પદ દર્દી પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
સોમવારે કેરળમાં એક વ્યક્તિને કોરોના વાયરસનો ચેપ હોવાની જાણકારી સામે આવી હતી. હાલમાં જ એ શખ્સે ચીનની યાત્રા કરી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કોરોના વાયરસ એ શખ્સમાં પોઝિટિવ આવ્યું છે. દર્દીને હોસ્પિટલમાં રાખવામાં આવ્યું છે.તેની હાલત સ્થિર છે. સ્વાસ્થ્ય ટીમ દર્દીનું ખાસ ધ્યાન રાખી રહ્યા છે. કોરોના વાયરસ દુનિયાના ઘણા દેશોમાં ફેલાયો રહ્યો છે. ચીનમાં વુહાન સહિત અન્ય શહેરોમાં ફસાયેલા 647 ભારતીયોને એરલિફ્ટ કરી લેવામાં આવ્યા છે. જ્યારે ચીનમાં કોરોના વાઈરસથી અત્યાર સુધી 361 લોકોના મોત થયા છે. સમગ્ર વિશ્વમા હાલ કોરોના વાયરસનો કહેર છે. ચીનથી પરત ફરી રેહલા મુસાફરોની એરપોર્ટ પર તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે કોરોના વાયરસનો ત્રીજો કેસ ભારતમાં સામે આવ્યો છે. આ ત્રણેય કેસ કેરળમાં નોંધાયા છે.Kerala: #CoronaVirus has been declared as a state disaster, on directions of Chief Minister Pinarayi Vijayan. pic.twitter.com/04rOXTsAzd
— ANI (@ANI) February 3, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
રાજકોટ
બિઝનેસ
Advertisement
