Coronavirus: ડેલ્ટા પ્લસ જ નહીં કોરોનાના આ 8 વેરિયન્ટ પણ છે એટલા જ ખતરનાક
વાયરસ મ્યુટેશનથી વિ ડેલ્ટા પ્લસ જ નહીં કોરોનાના આ 8 વેરિયન્ટ પણ છે એટલા જ ખતરનાક, તો જાણીએ અન્ય ક્યાં 8 વેરિયન્ટ સૌથી વધુ ખતરનાક છે.
Coronavirus:વાયરસ મ્યુટેશન થઇને વિકસિત થાય છે અને જેના કારણે એક નવો વેરિયન્ટ તૈયાર થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ જ્યારે એક વાયરસ રેપ્લીકેટ થાય છે. તો તે તેની જ નકલ કરવા લાગે છે. વાયરસમાં થઇ રહેલા બદલાવને મ્યુટેશન કહે છે. કોરોનાના હાલ જ મ્યુટેટ થયેલા ડેલ્ટા વેરિયન્ટે ચિંતા જગાડી છે. હવે તે એક નવો સ્ટ્રેન ડેલ્ટા પ્લસ વેરિયન્ટમાં મ્યૂટેટ થઇ ચૂક્યો છે. તે વધુ સંક્રામક છે.
ડેલ્ટા પ્લસ વેરિયન્ટ સિવાય બીજા પણ વેરિયન્ટ છે. જે ઓરિજનલ સ્ટ્રેનથી પણ વધુ ખતરનાક છે. જ્યારે હેલ્થ એક્સપર્ટે ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટ સિવાય કેટલાક બીજા વેરિયન્ટને સૂચિ બંધ કર્યો છે. જે ઝડપથી સામે આવી રહ્યાં છે.
લિમ્બડા વેરિયન્ટ:આ વેરિયન્ટ સૌથી પહેલા ઓગસ્ટ 2020માં જોવા મળ્યો હતો. પબ્લિક હેલ્થ ઇગ્લેન્ડે મુજબ 23 ફેબ્રુઆરી 7 જૂન સુધી લમ્બડા વેરિયન્ટના 6 કેસ નોંધાઇ ચૂક્યાં છે. પીએચઇએ લિમ્બડા વેરિયન્ટને વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટના રૂપમાં લિસ્ટેડ કર્યો છે.
કપ્પા વેરિયન્ટ:રિસર્ચનો એવો પણ દાવો છે કે, કપ્પા વેરિયન્ટ સૌથી પહેલા ભારતમાં ડિસેમ્બર 20202માં જોવા મળ્યો હતો. આ E484Q અને E484Kનો એક ડબલ મ્યુટેશન વેરિયન્ટ છે. આ L45R મ્યુટેશનની સાથે આવે છે અને જેની મદદથી વાયરસ ઇમ્યૂનના સુરક્ષાનું ક્વચ ચમકાવી દે છે.
B.11.318: કોરોનાના B.11.318 વેરિયન્ટમાં કપ્પા વેરિયન્ટની જેમ E484K મ્યુટેશન જ થાય છે. ભારત આ નવા વેરિયન્ટને બે જીનોમ સિક્વેસિન્સને રિપોર્ટ પણ કરી ચૂક્યો છે. આ વાયરસ પણ ખૂબ ઝડપથી લોકોને શિકાર બનાવી શકે છે.
B.1.617.3- B.1.617થી પેદા થયો છે. B.1.617.3 ડેલ્ટા વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટ B.1.617.2નો જ એક ભાગ છે. જેને ભારતમાં મોતના તાંડવા માટે સૌથી વધુ જવાબદાર માનવામાં આવે છે. આ વેરિયન્ટને વેરિયન્ટ ઓફ કન્સર્નના રૂપે લિસ્ટેડ કરવામાં આવ્યો છે.
B.1.351 : દક્ષિણ આફ્રિકાનો B.1.351 વેરિન્યટ, દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવનાર B.1.351 વેરિયન્ટ ઓગસ્ટ 2020માં મળ્યો હતો. આ વેરિયન્ટ અત્યાર સુધીમાં 75થી વધુ દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. ડેલ્ટા વેરિયન્ટની જેમ આ વાયરસ પણ ખૂબ જ સંક્રામક છે અને ઝડપથી ફેલાઇ છે. આ વેરિયન્ટમાં રીઇન્ફેકશનનો ખતરો વધુ છે.
જાપાન / બ્રાઝિલ B.1.1.28. વેરિયન્ટ ડિસેમ્બર 2020માં મળ્યો, જે વધુ સંક્રામક છે. આ વેરિયન્ટની ગંભીરતાના લઇને વૈજ્ઞાનિક હજુ પણ શોધ કરી રહ્યાં છે. વૈજ્ઞાનિક કહી રહ્યાં છે કે, રીઇન્ફેકશન માટે પણ આ વેરિયન્ટને વધુ જવાબદાર માનવામાં આવે છે.