Delta Plus Variant Explained: ડેલ્ટા પ્લસ વેરિયન્ટ કેમ છે વધુ ખતરનાક, આખરે તેનો ફેલાવો વધુ ચિંતાજનક કેમ?
ફરી કોરોનાના ડેલ્ટા વેરિયન્ટે સરકારના માથા પર ચિંતાની રેખા ખેંચી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રો મુજબ દેશમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના 40 કેસ છે.
Delta Plus Variant Explained: ફરી કોરોનાના ડેલ્ટા વેરિયન્ટે સરકારના માથા પર ચિંતાની રેખા ખેંચી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રો મુજબ દેશમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના 40 કેસ છે. આ 40 કેસ 8 રાજ્યોમાં નોંધાયા છે. જેમાં મહારાષ્ટ્ર, પંજાબ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, જમ્મુ કાશ્મીર, મધ્યપ્રદેશ, કર્ણાટક અને કેરળ સામેલ છે. કેન્દ્ર સરકારનું માનવું છે કે, ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ઓફ કંસર્ન છે. એટલા માટે રાજ્યને વધુ સતર્ક રહેવાની જરૂર છે. જાણીએ આ વેરિયન્ટ કેમ વધુ ખતરનાક છે અને તેનો ફેલાવો વધુ ચિંતાજનક કેમ છે.
જાણીએ કયાં રાજ્યોમાં કેટલા કેસ
મહારાષ્ટ્ર- 21
મધ્યપ્રદેશ-6
કેરળ -3
તમિલનાડુ-3
કર્ણાટક -2
આંઘ્રપ્રદેશ -1
પંજાબ -1
જમ્મુ -1
ઝડપથી વધી રહ્યો છે ડેલ્ટા વેરિયન્ટનો પ્રભાવ- WHO
કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયન્ટ વિશ્વમાં અન્ય વાયરસની તુલનામાં પ્રબળ થઇ રહ્યો છે, કેમકે તે ખૂબ જ ઝડપથી ફેલાય છે. કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયન્ટ સૌથી પહેલા ભારતમાં જોવા મળ્યો હતો. જો કે હવે તે દુનિયાના 80 દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. બી.1.617.2 ડેલ્ટા વેરિયન્ટની ભારતમાં સૌથી પહેલા ઓક્ટોબર 2020માં જાણ થઇ હતી.
સૌથી વધુ ખતરનાક ડેલ્ટા વેરિયન્ટ-ફાઉચી
વ્હાઇટ હાઉસના મુખ્ય ચિકિત્સક ડો. એન્થની ફાઉચીએ સચેત કર્યાં છે કે, ડેલ્ટા વેરિયન્ટ કોરોનાની મહામારીને ખતમ કરવાના પ્રયાસ સામે મોટો પડકાર છે. અમેરિકામાં સામે આવી રહેલા કોરોના વાયરસના નવા મામલામાં 20 ટકાથી વધુ સંક્રમણ ડેલ્ટા વેરિયન્ટના કારણે છે. બ્રિટનમાં પણ 90 ટકાથી વધુ કેસ માટે ડેલ્ટા વેરિયન્ટ જવાબદાર છે.
ડેલ્ટા વેરિયન્ટનો ફેલાવો ચિંતાજનક કેમ?
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર થયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય સાર્સ કોવ-2 જીનોમિક્સ કંસોર્ટિયમએ સૂચના આપી હતી કે, ડેલ્ટા પ્લસ વેરિયન્ટ વર્તમાનમાં ચિતાજનક વેરિયન્ટ છે. જેમાં ઝડપથી પ્રસાર, ફેફસાંની કોશિકાઓના રિસ્પેટરથી મજબૂતીથી ચોટવા અને મોનોક્લોનલ એન્ટીબોડી પ્રતિક્રિયામાં સંભવિત કમી જેવી વિશેષતા છે.
ડેલ્ટા પ્લસ વરિયન્ટ કેટલો ખતરનાક
વિશ્વ આરોગ્ય સંસ્થાએ ડબલ મ્યુટેન્ટ સ્ટ્રેને B.1.617.2ને ડેલ્ટા પ્લસ નામ આપ્યું છે. જો કે હાલ એક્સ્પર્ટના મત મુજબ આ વાયરસથી એટલી ચિંતા કરવાની જરૂર નથી. અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ભારતમાં વેરિએન્ટ ઓફ કન્સર્ન બન્યો નથી