શોધખોળ કરો
Advertisement
Corona Update: દેશમાં સતત ત્રીજા દિવસે નોંધાયા કોરોનાના આટલા કેસ, સરકારની વધી ચિંતા
Coronavirus India Update: દેશમા વધી રહેલા કોરના વાયરસના મામલાને લઈ કેન્દ્ર સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યુ છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને કોરોના વાયરસની ગાઇડલાઇન31 માર્ચ સુધી વધારવાનો આદેશ કર્યો છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી વધી રહ્યું છે. સતત ત્રીજા દિવસે 16 હજારથી વધારે કોરોના કેસ નોંધાયા છે. જેના કારણે સરકારની પણ ચિંતા વધી ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 16,488 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. જ્યારે 113 લોકોના મોત થયા છે અને 12,771 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,10,79,979 થઈ છે. જ્યારે 1,07,63,451 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,56,938 પર પહોંચ્યો છે અને એક્ટિવ કેસની સંખ્યા 1,59,590 થઈ છે. દેશમાં અત્યાર સુધીમાં 1,42,42,547 લોકોનું રસીકરણ થઈ ચુક્યું છે.
દેશમા વધી રહેલા કોરના વાયરસના મામલાને લઈ કેન્દ્ર સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યુ છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને કોરોના વાયરસની ગાઇડલાઇન31 માર્ચ સુધી વધારવાનો આદેશ કર્યો છે. પત્રમાં કોવિડ-19 સામેના જંગને જીતવા વધારે સાવચેતી અને કડક દેખરેખ રાખવા જણાવાયું છે.
દેશમાં ઘણા રાજ્યોમાં છેલ્લા 24 કલાક દરમિયાન એકપણ વ્યક્તિનું મોત થયું નથી. ભારત કોરોનાના એક્ટિવ કેસ મામેલ વિશ્વમાં 14માં ક્રમે છે, જ્યારે સંક્રમિતોની સંખ્યામાં મહાસત્તા અમેરિકા પછી બીજા ક્રમે છે. વિશ્વમાં કોરોનાથી મોત મામલે ભારત ચોથા સ્થાને છે.
Coronavirus ના વધતા કેસને લઈ સરકાર થઈ એલર્ટ, કેન્દ્રીય ગૃહ સચિવે તમામ રાજ્યોને પત્ર લખીને કહી આ વાત
IPL 2021: કોરોનાએ વધાર્યું BCCIનું ટેન્શન, આઈપીએલ.....
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement