શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: પંજાબમાં વીકેન્ડ્સ-રજાના દિવસોમાં કડક નિયમો, માત્ર ઈ-પાસધારકોને જ આવવા-જવાની છૂટ
મુખ્યમંત્રીએ કહ્યું કે, વિશ્વભરમાં કોરોના વાયરસના વધતા કેસને જોતા કડક પગલા જરૂરી છે.
ચંદીગઢઃ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કોરોનાના કોમ્યુનિટી ટ્રાન્સમિશનની આશંકાને જોતા ગુરુવારે કડક આદેશ આપ્યા છે. રાજ્યમાં સપ્તાહના અંતિમ દિવસો અને પબ્લિક હોલિડના દિવસોમાં નિયમોનું કડકાઈથી પાલન થશે. આ દિવોસમાં માત્ર ઈ-પાસધારકોને જ આવવા જવાની છૂટ હશે.
મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા થયેલ બેઠકમાં આ આદેશ આપતા વિકેન્ડ્સ અને રજાના દિવસોમાં અવરજવર માટે મેડિકલ સ્ટાફ અને જરૂરી સેવાઓ સાથે જોડાયેલ લોકોને છોડીને તમામ નાગરિકોને સીઓવીએ એપથી ઈ પાસ ડાઉનલોડ કરવો ફરજિયાત રહેશે. પાસ વગર નીકળવા પર કડક કાર્રવાઈ કરવામાં આવશે.
વાયરસના વધતા કેસને જોતા કડક પગલા જરૂરી
સિંહે કહ્યું કે, જોકે ઉદ્યોગોને બધા દિવસ સામાન્ય કામકાજ કરવાની મંજૂરી હશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, વિશ્વભરમાં કોરોના વાયરસના વધતા કેસને જોતા કડક પગલા જરૂરી છે.
રાજ્ય સરકારના નિવેદન અનુસાર સિંહે ડીજીપીને દિનકર ગુપ્તાને આદેશ આપ્યા છે કે, મોટી સંખ્યામાં ભીડને એકત્રિત થતી રોકવા માટે આ નિયમોનું કડકાઈથી પાલન કરવામાં આવે.
દિલ્હી-એનસીઆરથી આવનાર ગાડીઓની અવરજવર પર નિયમો કડક થશે
પોલીસ ડીજીપીએ બેઠકમાં કહ્યું કે, દરરોજ 500-800 વાહન દિલ્હીથી પંજાબ આવી રહ્યા છે. લોકોને દિલ્હીથી પંજાબ આવવા પર કડકાઈ કરવાનો નિર્ણય નિષ્ણાંતોની સમીક્ષા કર્યા બાદ લેવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion