(Source: ECI/ABP News/ABP Majha)
Ashok Gehlot Tests Positive: દેશના વધુ એક મુખ્યમંત્રી આવ્યા કોરોનાની ઝપેટમાં, પત્ની પણ છે સંક્રમિત
ગેહલોતે ટ્વીટ કરીને લખ્યું, કોવિડ ટેસ્ટ કરવાતાં આજે મારો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મારામાં કોઈપણ પ્રકારની લક્ષણ નથી.
જયપુરઃ દેશમાં કોરોનાની બીજી લહેર ફરી વળી છે. જેમાં અનેક નેતાઓ પણ સંક્રમિત થઈ ચુક્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમણે ખુદ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. તેમના પત્નીનો રિપોર્ટ ગઈકાલે પોઝિટિવ આવ્યા બાદ તેઓ આઈસોલેટ થઈ ગયા હતા.
ગેહલોતે ટ્વીટ કરીને લખ્યું, કોવિડ ટેસ્ટ કરવાતાં આજે મારો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મારામાં કોઈપણ પ્રકારની લક્ષણ નથી. કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને હું આઈસોલેશનમાં રહીને કામ ચાલુ રાખીશ.
રાજસ્થાનમાં શું છે કોરોનાનું ચિત્ર
રાજસ્થાનમાં બુધવારે કોરોનાના 16,613 નવા કેસ નોંધાયા હતા અને 120 લોકોના મોત થયા હતા. જ્યારે 8,303 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 5,63,577 થઈ છે. રાજસ્થાનમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 1,63,372 છે. જ્યારે 3,96,279 લોકો કોરોના સામે જંગ જીતી ગયા છે અને કુલ મૃત્યુઆંક 3926 પર પહોંચ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,79,257 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3645 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,69,507 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- એક કરોડ 73 લાખ 76 હજાર 524
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 50 લાખ 86 હજાર 878
કુલ એક્ટિવ કેસ - 30 લાખ 84 હજાર 8149
કુલ મોત - 2 લાખ 04 હજાર 832
15 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 15 કરોડ 20 હજાર 648 ડોઝ આપવામાં આવ્યા છે.
આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.
કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ
ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 28,44,71,979 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 28 એપ્રિલના રોજ 17,68,190 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું હતું.