શોધખોળ કરો
કોરોના અપડેટઃ દેશમાં પ્રથમ વખત એક દિવસમાં નોંધાયા 22 હજારથી વધુ કેસ, આશરે સાડા છ લાખ લોકો સંક્રમિત
અમેરિકા અને બ્રાઝિલ બાદ એક દિવસમાં સૌથી વધારે મામલા ભારતમાં નોંધાઈ રહ્યા છે.

Mumbai: Devotees pay obeisance at Lord Vithal-Rukmini Temple on the occasion of Ashadi Ekadashi, during Unlock 2.0, at Dadar in Mumbai, Wednesday, July 1, 2020. (PTI Photo/Kunal Patil)(PTI01-07-2020_000102B)
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા સાડા છ લાખ નજીક પહોંચી ગઈ છે અને મૃતકોની સંખ્યા 18,600ને વટાવી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 442 લોકોના મોત થયા છે અને અત્યાર સુધીના સર્વોચ્ચ 22,771 મામલા નોંધાયા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 6,48,315 પર પહોંચી છે. 18,655 લોકોના મોત થયા છે, જેમાંથી 3,94,227 લોકો સાજા થઈ ગયા છે અને 2,35,433 એક્ટિવ કેસ છે. કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ચોથો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ, રશિયા બાદ કોરોના મહામારીથી સૌથી પ્રભાવિત દેશોમાં ચોથા સ્થાન પર છે. અમેરિકા પ્રથમ, બ્રાઝિલ બીજા અને રસિયા ત્રીજા ક્રમે છે. અમેરિકા અને બ્રાઝિલ બાદ એક દિવસમાં સૌથી વધારે મામલા ભારતમાં નોંધાઈ રહ્યા છે. એક્ટિવ કેસની સંખ્યા બાબતે મહારાષ્ટ્ર ટોચ પર છે. મહારાષ્ટ્રમાં 79 હજારથી વધુ સંક્રમિતોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જે બાદ બીજા નંબર પર દિલ્હી, ત્રીજા ક્રમે તમિલનાડુ, ચોથા ક્રમે ગુજરાત અને પાંચમા ક્રમે પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધારે એક્ટિવ કેસ છે.
વધુ વાંચો




















