શોધખોળ કરો

Coronavirus Third Wave: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં થોડા જ દિવસમાં ત્રાટકશે કોરોનાની ત્રીજી લહેર ? જાણો કોણે આપી ચેતવણી

મહારાષ્ટ્ર ટાસ્ક ફોર્સે ચેતવણી આપી કે કોરોનાની ત્રીજી લહેર રાજ્યમાં આગામી બે થી ચાર અઠવાડિયામાં ત્રાટકી શકે છે.  હાલ એક્ટિવ કેસની સંખ્યા 1,39,744 છે. જ્યારે 56,79,746 લોકો કોરનાથી મુક્ત થયા છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ મોત 1,15,390 મહારાષ્ટ્રમાં જ થયા છે.

 મુંબઈઃ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યા બાદ કોરોનાની બીજી લહેર (Coronavirus Second Wave) થોડી ધીમી પડી છે પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં (Maharashtra) વિશેષજ્ઞોએ ચિંતા વ્યક્ત કરી છે કે રાજ્યમાં ત્રીજી લહેર તબાહી મચાવી શકે છે.

ત્રીજી લહેરમાં 10 ટકા બાળકો પણ આવી શકે ઝપેટમાં

મહારાષ્ટ્ર કોવિડ-19 ટાસ્ક ફોર્સ (Maharashtra Covid-19 Task Force) અને ચિકિત્સા નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, જો કોરોનાના નિયમોનું (Corona Prtotocol) પાલન નહીં કરવામાં આવે તો રાજ્યમાં ત્રીજી લહેરમાં (Third Wavw) એક્ટિવ કેસની સંખ્યા વધીને બે ગણી થઈ શકે છે. ટાસ્ક ફોર્સે ચેતવણી આપી કે કોરોનાની ત્રીજી લહેર રાજ્યમાં આગામી બે થી ચાર અઠવાડિયામાં ત્રાટકી શકે છે.  રાજ્યમાં એક્ટિ કેસની સંખ્યા 10 લાખ સુધી પહોંચી શકે છે. નિષ્ણાતોએ એમ પણ કહ્યું કે, દર્દીઓમાં 10 ટકા સંખ્યા બાળકો પણ હોઇ શકે છે.

ટાસ્ક ફોર્સના સભ્યએ શું કહ્યું

મહારાષ્ટ્ર કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ.શશાંક જોશીએ કહ્યું, યુકેમાં બીજી લહેરના ચાર સપ્તાહ બાદ ત્રીજી લહેર આવી હતી તેવી જ સ્થિતિ રાજ્યમાં પણ સર્જાઈ શકે છે. સીએમ ઉદ્ધવ સાથે થયેલી બેઠકમાં એક અધિકારીએ કહ્યું ડેલ્ટા પ્લસ વેરિયંટ મહારાષ્ટ્રમાં ત્રીજી લહેર ફેલાવી શકે છે અને તે બેગણા દરથી ફેલાઇ શકે છે.

આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે મહારાષ્ટ્રમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 1,39,744 છે. જ્યારે 56,79,746 લોકો કોરનાથી મુક્ત થયા છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ મોત 1,15,390 મહારાષ્ટ્રમાં જ થયા છે.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 67,208 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,03,570 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 2330 લોકોના મોત થયા છે.

કુલ કેસઃ બે કરોડ 97 લાખ હજાર 313

કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 84 લાખ 91 હજાર 670

એક્ટિવ કેસઃ 8 લાખ 26 હજાર 740

કુલ મૃત્યુઆંકઃ 3,81,903

દેશમાં કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા

ભારતમાં સતત 34માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 26 કરોડ 55 લાખથી વધુ  કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 27 લાખથી વધુ લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 38 કરોડ 52 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 19 લાખ 31 હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

ટોપ સ્ટોરી

બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
નેહા બોરાને કરાઈ મુક્ત, તિરંગા માર્ચ અગાઉ દિલ્હી પોલીસે કરી હતી અટકાયત
નેહા બોરાને કરાઈ મુક્ત, તિરંગા માર્ચ અગાઉ દિલ્હી પોલીસે કરી હતી અટકાયત

વિડિઓઝ

ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
Embed widget