શોધખોળ કરો
Advertisement
Coronavirus Vaccination: દેશમાં પ્રથમ દિવસે કેટલા લોકોને આપવામાં આવી કોરોના રસી ? જાણો વિગતે
સ્વાસ્થ્ય મંત્રાલયે કે, દેશમાં રસીકરણનો પ્રથમ દિવસ સફળ રહ્યો. દેશભરમાં 3351 સેન્ટર્સ પર કોરોનાનું રસીકરણ કરવામાં આવ્યું .
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશમાં આજથી કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી છે. પ્રથમ તબક્કામાં ત્રણ લાખ સ્વાસ્થ્ય કર્મીઓને કોરોના રસી આપવામાં આવશે. ત્યારે શનિવારે સાંજે સાત વાગ્યે સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, દેશભરમાં 3351 સેન્ટર્સ પર કોરોનાનું રસીકરણ કરવામાં આવ્યું . તેમાં કોવેક્સીન અને કોવિશીલ્ડ બન્ને વેક્સીન આપવામાં આવી.
સ્વાસ્થ્ય મંત્રાલયે કે, દેશમાં રસીકરણનો પ્રથમ દિવસ સફળ રહ્યો. શનિવારે પ્રથમ દિવસે સમગ્ર દેશમાં 1 લાખ 91 હજાર 181 લોકોને કોરોના રસી લગાવામાં આવી છે.
રસીકરણની જાણકારી આપતા સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, કોવિશિલ્ડ તમામ રાજ્યોને આપવામાં આવી અને કોવેક્સીન 12 રાજ્યોને આપવામાં આવી. પ્રથમ દિવસે રસીકરણમાં 16 હજાર 755 વેક્સીનેટર્સ (વેક્સીન લગાવનાર) સામેલ થયા. દિલ્હીમાં 3403 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. વેક્સીન લીધા બાદ કોઈ આડ અસર થઈ હોવાનો કેસ સામે આવ્યો નથી.
આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે, વેક્સીનેશન નિશ્ચિતપણે આપણા બધા માટે કોવિડ વિરુદ્ધની લડાઈમાં એક સંજીવની તરીકે પ્રસ્તુત કરવામાં આવી છે. કોરોના વિરુદ્ધની લડાઈમાં આપણા પગલા વધુ ઝડપી આગળ વધશે તે હવે નિશ્ચિત નજર આવે છે.
દેશમાં આજે કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, આજના દિવસનો સમગ્ર દેશ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. મહિનાઓની દેશના દરેક ઘરમાં બાળકો, વૃદ્ધ, જવાન તમામના મોઢે એ સવાલ હતો કે કોરોના રસી ક્યારે આવશે. હવે વેક્સીન આવી ગઈ છે, ખૂબ જ ઓછા સમયમાં આવી ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement