શોધખોળ કરો
Advertisement
દેશના આ મોટા રાજ્યમાં ચાલુ રહેશે વીકેંડ લોકડાઉન, લાદવામાં આવશે કડક નિયંત્રણ, જાણો વિગત
ઉત્તરપ્રદેશમાં 45,807 લોકો ઠીક થઈ ગયા છે અને 1530 લોકોના મોત થયા છે. રાજ્યમાં 29,997 એક્ટિવ કેસ છે.
લખનઉઃ ઉત્તરપ્રદેશમાં કોરોનાના વધતા સંક્રમણને લઈ લાગુ કરવામાં આવેલું વીકેન્ડ હાલ પણ ચાલુ રહેશે. રાજ્યમાં કોરોનાના મામલામાં ઝડપથી ઉછાળો આવી રહ્યો છે. આ સંજોગોમાં સરકારે વીકેન્ડ લોકડાઉન હજુ નહીં હટાવવામા આવે તેમ સ્પષ્ટ કરી દીધું છે.
ગુરુવારે સીએમ યોગીની ટીમ 11 બેઠકમા આ વીકેન્ડ લોકડાઉન ચાલુ રાખવાનો ફેંસલો લેવામાં આવ્યો હતો. વીકેન્ડ લોકડાઉનમાં આકરા નિયંત્રણો લાદવામાં આવશે. રાજ્યમાં દર સપ્તાહે શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સુધી 55 કલાકનું લોકડાઉન લાગુ રહે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર અનલોક-3ની કેન્દ્ર સરકારને ગાઇડલાઇન્સને લઈ જલદી દિશા નિર્દેશ જાહેર કરશે.
યુપીના કેટલાક જિલ્લામાં કોરોના સંક્રમણ બેકાબૂ થઈ રહ્યું છે. આ સ્થિતિમાં સરકારે એસજીપીજીઆઈની ટીમો 6 જિલ્લામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. એસજીપીઆઈ કાનપુર, ઝાંસી, વારાણસી, પ્રયાગરાજ, બરેલી અને ગોરખપુર જિલ્લામાં જઈ માહિતી મેળવીને સરકારને રિપોર્ટ આપશે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં 45,807 લોકો ઠીક થઈ ગયા છે અને 1530 લોકોના મોત થયા છે. રાજ્યમાં 29,997 એક્ટિવ કેસ છે.
IT રિટર્ન ભરવાની તારીખ લંબાવાઈ, જાણો કઈ છે અંતિમ તારીખ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion